union budget 2020 income tax proposals exemptions most confusing points and solution
બજેટ 2020 /
નવા ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ મૂંઝવણ છે, આ રહ્યા બધા જ જવાબો સમજો એક ક્લિક પર
Team VTV07:23 PM, 03 Feb 20
| Updated: 08:04 PM, 03 Feb 20
સામાન્ય બજેટ રજૂ થયા બાદ આ વખતે સૌથી વધારે ભ્રમ ટેક્સ પ્રસ્તાવોને લઇને છે. હજુ પણ આ વિશે ઘણી મૂંઝવણ છે કે નવા ટેક્સ સ્લેબ પસંદ કરવા વધુ યોગ્ય છે કે જુના? શું હવે ડિડક્શનનો લાભ મળશે કે નહીં ? જો નવી સિસ્ટમ અપનાવવામાં આવે છે તો શું જુની અપનાવી શકીએ કે નહીં. અહીં એવા 5 પ્રશ્નો છે જેના ભ્રમ દૂર કરી રહ્યા છીએ.
બજેટ 2020માં નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં કર્યો બદલાવ
લોકોને નવો અથવા જુનો ટેક્સ સ્લેબ પસંદ કરવાનો મળ્યો વિકલ્પ
નવા ટેક્સ સ્લેબને લઇને લોકોમાં હજુ પણ ભ્રમ
નવા સ્લેબમાં આવ્યા બાદ શું જુનામાં પરત ફરી શકાશે
હા, કોઇ વ્યક્તિ જો આવતા નાણાકીય વર્ષે નવો ટેક્સ સ્લેબ પસંદ કરે છે અને ફરી તેના પછીના વર્ષે તેને લાગે છે કે તેના માટે ગત ટેક્સ સ્લેબ વધુ યોગ્ય છે તો તેઓ ફરી પાછા જુના સ્લેબમાં જઇ શકે છે. પરંતુ તેમા શરત એ છે કે, આવા વ્યક્તિની નોકરી ઉપરાંત બિઝનેસ વગેરેની કોઇ આવક ન હોવી જોઇએ. એક્સપર્ટ્સ કહે છે કે, જો કોઇ વર્ષ કોઇ વ્યક્તિની હોમ લોન અથવા અન્ય રોકાણ છે તો તમારે જુના ટેક્સ સિસ્ટમમાં રહેવુ યોગ્ય છે અને જો કોઇ વર્ષ તેને લાગે છે કે તેની કોઇ હોમ લોન અથવા અન્ય મહત્વપૂર્ણ રોકાણ નથી તો, નવા સ્લેબને અપનાવી લેવો જોઇએ.
નવી ટેક્સ સિસ્ટમમાં શું-શું ડિડક્શન બચ્યા છે?
ટેક્સ એક્સપર્ટ કહે છે, નવા ટેક્સ સ્લેબની સૌથી મોટી વાત એ છે કે, તેમા મોટાભાગના ડિડક્શન ખતમ કરી દેવાયા છે. ખતમ કરી દેવાયેલા લગભગ 70 ડિડક્શન એવા છે કે જેમા રોકાણ કરી મોટાભાગના લોકો ટેક્સનો લાભ ઉઠાવતા રહ્યા છે. તેમા સેક્શન 80 સી, 80 ડી હેઠળ મળનારા તમામ ડિડક્શન સામેલ છે.
સરકાર કુલ મળીને સોથી વધારે છુટછાટો આપે છે. પરંતુ નવી ટેક્સ સ્લેબ સિસ્ટમનો લાભ લેવા પર આપને ટેક્સમાં મળનારી લગભગ 70 છુટછાટોને છોડવી પડશે. તેમા યાત્રા ભત્તા(LTA), મકાનનું ભાડુ, મનોરંજન ભત્તા, સેલરી ક્લાસને મળનારું 50,000 રૂપિયા સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન સામેલ છે. જાણકારોનું કહેવું છે કે, નવી ટેક્સ સિસ્ટમમાં ઇનકમ ટેક્સના સેક્શન 80C, 80D, 24 હેઠળ મળનારી છુટછાટોને પણ ખતમ કરી દેવામાં આવશે.
નવી સિસ્ટમ શું નોકરીયાતો માટે ફાયદાકારક છે?
નવી સિસ્ટમ વાર્ષિક 13 લાખ રૂપિયાથી ઓછી સેલરી વાળા લોકો માટે ફાયદાકારક નથી. ખરેખર તો નોકરીયાત લોકોને હાલ 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. આ ઉપરાંત તેમને એલટીએ અને એચઆરએ પણ મળે છે. જો તેઓેએ નવી વ્યવસ્થા અપનાવી તો તેમને પીએફમાં પોતાના યોગદાન, બાળકોના ટ્યૂશન ફી, વીમા પ્રીમિયમ, હોમ લોન વગેરે પર મળનારા લાભ નહીં મળે. તેથી નોકરી કરતા લોકો માટે નવી સ્લેબ સિસ્ટમ ફાયદાકારક નથી.
પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ લાગે છે કે નહીં
આ વિશે ઘણા બધા લોકોને ભ્રમ છે કે, 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ટેક્સ ફ્રી છે કે નહીં. ખરેખર તો જે નવો અથવા જુનો ટેક્સ સ્લેબ છે તેમા 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકાના દરે ટેક્સ લગાવવામાં આવ્યો છે. જોકે, ગત વર્ષે રજૂ 2019-20ના બજેટમાં સરકારે 2.5 થી 5 લાખ રૂપિયા સુધીની આવક વાળા માટે રિબેટની વિશેષ વ્યવસ્થા કરી છે.
તેના અનુસાર, જો કોઇની આવક 5 લાખ અથવા તેનાથી ઓછી છે તો તેનો જે પણ ટેક્સ બને છે તેના પર સરકાર વિશેષ રીબેટ આપી શૂન્ય કરી દેશે. તેના પાછળ વિચાર એવો છે કે 5 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકોને રાહત આપવામાં આવે. આ રિબેટ વધુમાં વધુ 12,500 રૂપિયા સુધી હોય છે. આમ 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ નથી લાગતો.
શું NRIના ઇનકમ પર ટેક્સ લાગશે
સામાન્ય બજેટ (Budget)ને કારણએ દેશની બહાર વિદેશમાં રહેતા ભારતીયો (NRI)ને મોટો ઝટકો લાગ્યો છે. આ બજેટમાં NRIને હવે પોતાની ભારતીય કમાણી પર ટેક્સ આપવો પડશે. બિઝનેસ ટુડે સાથેની વાતચીતમાં નિર્મલા સીતારમણે જણાવ્યું કે, NRIની માત્ર ભારતીય કમાણી પર ટેક્સ લેવામાં આવશે. અત્યાર સુધીમાં આ વર્ગ ટેક્સની ઝંઝટથી મુક્ત હતો.