બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ડિવોર્સી મહિલાને મોહસીને મનોજ બની ફસાવી, વડોદરામાં લવ જેહાદનો કલ્પના ન કરી હોય તેવો બનાવ
Last Updated: 11:24 PM, 14 February 2025
વડોદરા શહેરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે ઓળખ છુપાવીને મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. આ વિધર્મી યુવકે મહિલાને ફસાવા માટે હિન્દુ નામ ધારણ કર્યું હતું.મોસીન અયુબખાન પઠાણે મનોજ સોની તરીકે ઓળખ આપી ડિવોર્સ થયેલી મહિલા સાથે લગ્ન પણ કર્યા હતા.
ADVERTISEMENT
મહિલાએ હિંમત દાખવી ફરિયાદ દાખલ કરી
ADVERTISEMENT
મોસીન આ મહિલાને અને તેના બાળકોને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા માટે દબાણ કરતો હતો.જોકે મહિલા કટ્ટર માનસિકતા ધરાવતા આ વિધર્મી ને તાબે ન થતાં આ વિધર્મી યુવક મારઝૂડ કરવા લાગ્યો હતો. અને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો.જો કે મહિલાએ હિંમત દાખવીને ફરિયાદ કરતા બાપોદ પોલીસે તાંદલજા વિસ્તારમાં સનફાર્મા કંપનીની બાજુમાં નૂરજહાં પાર્ક સોસાયટીમાં રહેતા મોહસિન અયુબખાન પઠાણની ધરપકડ કરી લીધી છે.
મહિલા અને યુવક કેવી રીતે સંપર્કમાં આવ્યા
સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી મહિલા એક યુવકના સંપર્કમાં આવી હતી.આ યુવકે પોતાનું નામ મનોજ સોની હોવાનું જણાવી મહિલા સાથે મિત્રતા કેળવી હતી.અસલમાં આ યુવક હિન્દુ નહીં પરંતુ વિધર્મી છે તેમજ હકીકતે એ યુવકનું નામ મોહસીન ખાન અયુબ પઠાણ હોવાની જાણ થતા મહિલાને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની જાણ થઈ હતી.આરોપી પોતે રેલવેમાં ફીટર મેન તરીકે નોકરી કરે છે. અને કેટરિંગના કામ સંદર્ભે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.અને યુવકે પોતે હિન્દૂ તરીકે ઓળખ આપી હતી.બંને વચ્ચે પ્રેમ પાંગરતા બંને એ હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા હતા.વર્ષ 2022 થી બંને બાપોદ વિસ્તારમાં પતિ પત્નિ તરીકે સાથે રહેતા હતા.જાન્યુઆરી મહિનાની 14 મી તારીખે મહિલા ને ખબર પડી હતી કે જે મનોજ સોની સાથે તે પ્રેમ કરી લગ્ન કરી બેઠી છે તે અસલમાં વિધર્મી મોહસીનઅયુબ પઠાણ છે.ત્યારે તેને પ્રતિકાર કર્યો હતો.પોતાનો ભાંડો ફૂટી જતા મોશીને મારઝૂડ કરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હતું.જેથી કંટાળીને મહિલાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી
ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર મહિલા ની ફરિયાદ બાદ બાપોદ પોલીસે શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા વિધર્મી મોશીન પઠાણ ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.આરોપી મોશીન કટ્ટર માનસિકતા ધરાવતો હોવાની હકીકત પોલીસ ની પ્રાથમિક તપાસમાં સામે આવી છે ત્યારે તેને અગાઉ કોઈ હિન્દુ યુવતી કે મહિલા ને પોતાની પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.