આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બનાવામાં આવેલી ત્રીજી સમિતિની બેઠક બાદનો નજારો આપને કંઈક અલગ અનુભવ કરાવશે.
આઝાદી કા અમૃત મહોત્સવ બેઠક યોજાઈ
પીએમ મોદીએ હળવાશની પળ માણતા દેખાયા
વિપક્ષના નેતાઓ સાથે કુલ અંદાજમાં દેખાયા પીએમ મોદી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બનાવામાં આવેલી ત્રીજી સમિતિની બેઠક બાદનો નજારો આપને કંઈક અલગ અનુભવ કરાવશે. ભારતીય રાજનીતિની એક અલગ તસ્વીર જોવા મળશે. એવી તસ્વીર જે મોટા ભાગે લોકોથી છૂપાયેલી રહેતી હોય છે. જેના પર ક્યારેક ક્યારેક જ નજર જતી હોય છે. આ તસ્વીર છે, નેતાઓની સંબંધોની. સંસદથી લઈને સડક સુધી રીતે રાજકારણમાં વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે ખેંચતાણ જોવા મળતી હોય છે. પણ શું અસલ જિંદગીમાં પણ આવું જ હોય છે ? જવાબ છે ના. અહીં આપેલી પીએમ મોદી અને નેશનલ કોન્ફ્રેંસના નેતા ફારુક અબ્દુલાના તસ્વીર જોઈ લો. રાજકારણમાં આપણને જેવું દેખાય છે, તેવુ અસલમાં હોતું નથી. રાજકારણથી ઉપર ઉઠીને પણ નેતાઓની એક અલગ દુનિયા હોય છે.
સત્તા પક્ષ અને વિપક્ષ હળવાશના મૂડમાં
આઝાદી કા અમૃત મહોત્સવ માટે બનાવામાં આવેલી ત્રીજી સમિતિની બેઠકને ધ્યાને રાખી આયોજન થઈ રહ્યું હતું. આઝાદીના 75 વર્ષની વર્ષગાંઠ આવી રહી છે. રાજકારણથી ઉપર દેશની આઝાદીનો આ મહાપર્વ સૌ કોઈ પોતપોતાની રીતે મનાવી રહ્યું છે. ત્યારે આવા સમયે સત્તા પક્ષમાં બેઠેલા સૌથી મોટા નેતાઓ સાથે વિપક્ષના દિગ્ગજોની તસ્વીરમાંથી દેશમાં મોટો મેસેજ જાય છે. દેશની એકતા, સંપ્રભુતા ઝલકે છે. આઝાદીની આ 75મી વર્ષગાંઠ કોઈ એક પાર્ટી કે સરકારની નહીં પણ સમગ્ર દેશનો તહેવાર બનીને રહેશે. જેમાં સૌ કોઈની ભાગીદારી હશે. સંસદમાં અને બહાર જ્યારે આ નેતાઓ પીએમ મોદી વિશે કે સત્તા પક્ષ જે રીતે નિવેદનો આપતા હોય છે, પણ આ તસ્વીર જોતા એવું લાગે છે કે, નેતાઓનું રાજકારણ અલગ અને વ્યક્તિગત જીવનમાં ઘણો બધો ફરક હોય છે.
ખભ્ભા પર હાથ સ્માઈલ સાથે હળવી ક્ષણો માણતા નેતાઓ
બેઠક બાદ પીએમ મોદી નેતાઓ વચ્ચે હતા. બાદમાં હળવાશની પળો શરુ થઈ, ફારુક અબ્દુલા પણ પહોંચ્યા. તેમણે પીએમ મોદી સાથે વાત શરૂ કરી. પ્રધાન મંત્રી સાથે વાત કરવા માટે તેઓ નજીક આવ્યા, તેમની સાથે હાથ મિલાવ્યો, ખભ્ભા પર હાથ રાખ્યો. પીએમ મોદી પણ હસતા હસતા તેમની વાતો સાંભળવા લાગ્યા. હજૂ હાલમાં કલમ 370ને લઈને ફારુક અબ્દુલાએ આકરુ વલણ અપનાવ્યું હતું. ટાર્ગેટ પર હતા પીએમ મોદી. સરકાર પર પ્રહારો હતા. જ્યારે બીજા જ દિવસે કંઈક આવી તસ્વીર સામે આવી.
લેફ્ટ અને ભાજપ એકસાથે દેખાયું
આ બેઠકમાં લેફ્ટના સીતારામ યેચૂરી પણ હાજર રહ્યા હતા. મોટા ભાગ લેફ્ટ અને ભાજપ વચ્ચે ક્યારેય બનતું નથી. જ્યારે યેચૂરી અને પીએમ મોદીની મુલાકાત થઈ. વાતો શરૂ થઈ તો આ નેતાઓ હસી મજાક કરતા પણ દેખાયા. અત્યંત પ્રફુલ્લિત થયેલા યેચૂરી પણ દેખાયા. ત્યાં રામગોપાલ યાદવ પણ હતા. આપને ખબર જ હશે કે, યુપીમાં ભાજપ અને સપા આમને સામને છે. રામગોપાલ યાદવ સપાના સાંસદ છે.