બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ચંદ્ર પર જે ઠેકાણે માનવો ઉતર્યાંતાં ત્યાં મળી ગુફાઓ, વૈજ્ઞાનિકો ડોલી ઉઠ્યાં, શું કામમાં આવશે?
Last Updated: 08:24 PM, 16 July 2024
વિશ્વભરના દેશો ચંદ્ર પર વિવિધ ઉપગ્રહો અને યાન મોકલીને વિવિધ પ્રકારના રહસ્યો ખોલી રહ્યા છે. ગયા વર્ષે ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-3 એ ચંદ્ર પર પાણી, સલ્ફર સહિત ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ શોધી કાઢી છે અને સાબિત કર્યું છે કે ચંદ્ર ભવિષ્યમાં મનુષ્ય માટે રહેવા યોગ્ય વિકલ્પ બની શકે છે. આ ક્રમમાં વૈજ્ઞાનિકોએ ચંદ્ર પરથી વધુ એક સારા સમાચાર આપ્યા છે. વૈજ્ઞાનિકોએ ચંદ્રમાં મનુષ્યો માટે રહેવા યોગ્ય જગ્યા શોધી કાઢી છે. ઈટાલિયન વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર એક વિશાળ ગુફા શોધી કાઢી છે. આ સ્થાન 55 વર્ષ પહેલા નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિનના ઉતરાણ સ્થળથી થોડે દૂર આવેલું છે. આ સ્થાન પર સેંકડો ગુફાઓ હોઈ શકે છે.
ADVERTISEMENT
અવકાશયાત્રીઓને રહેવાના કામમાં આવી શકે
વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્ર પર જે જગ્યાએ એક વિશાળ ગુફા મળી આવી છે, ત્યાં આવી સેંકડો વધુ ગુફાઓ હોઈ શકે છે જેનો ભવિષ્યમાં અવકાશયાત્રીઓ માટે આશ્રય તરીકે ઉપયોગ કરી શકાય છે. ઇટાલિયન વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળની એક ટીમે સોમવારે જણાવ્યું હતું કે ચંદ્ર પર એકદમ મોટી ગુફા હોવાના પુરાવા મળ્યા છે. તે Apollo 11 લેન્ડિંગ સાઇટથી માત્ર 250 માઈલ (400 km) દૂર 'Se of Tranquility'માં છે. આ ગુફા લાવા ટ્યુબ (ટનલ આકારની રચના) પીગળવાથી બનેલી છે આવી ત્યાં 200 ગુફાઓ છે.
ADVERTISEMENT
ગુફાના દ્વાર જ માહિતી મળી
સંશોધકોએ નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટર દ્વારા એકત્રિત રડાર ડેટાનું વિશ્લેષણ કર્યું અને પરિણામોની તુલના પૃથ્વી પર સ્થિત લાવા ટ્યુબ સાથે કરી. તેના તારણો 'નેચર એસ્ટ્રોનોમી' જર્નલમાં પ્રકાશિત થયા છે. વૈજ્ઞાનિકોના મતે, રડાર ડેટાથી ગુફાનું માત્ર પ્રારંભિક બિંદુ જાણી શકાય છે જે 40 મીટર પહોળું અને 10 મીટર લાંબું છે.
ADVERTISEMENT
મોટાભાગની ગુફાઓ ચંદ્રના પ્રાચીન લાવાના મેદાનોમાં
ADVERTISEMENT
ઈટાલીની ટ્રેન્ટો યુનિવર્સિટીના લિયોનાર્ડો કેરર અને લોરેન્ઝો બ્રુઝોનું કહેવું છે કે ચંદ્રની ગુફાઓ 50 વર્ષથી વધુ સમયથી રહસ્ય હતી. તેથી, આખરે તેમાંથી એક વિશે જાણવું ખૂબ જ રોમાંચક હતું. મોટાભાગની ગુફાઓ ચંદ્રના પ્રાચીન લાવાના મેદાનોમાં છે. આ સિવાય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કેટલીક એવી જ ગુફાઓ હોઈ શકે છે જ્યાં નાસાના અવકાશયાત્રીઓ આ દાયકાના અંતમાં પગ મૂકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.