બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 10:30 PM, 25 September 2019
ADVERTISEMENT
કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને ઉદ્યોગ જગતને રાહતના એલાન બાદ કેટલાક દિવસ સ્ટોક માર્કેટમાં રેકોર્ડ ઉછાળ જોવા મળ્યો. લાગ્યું એવું કે, હવે અર્થવ્યવસ્થામાં સુઘારાની સંભાવના વધી રહી છે. પરંતુ આ ખોટુ સાબિત થતું દેખાઇ રહ્યું છે.
ADVERTISEMENT
સંયુક્ત રાષ્ટ્રે પોતાની તાજા રિપોર્ટમાં દાવો કર્યો છે કે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાની ઝડપ 2018ની 3 ટકાથી ઘટીને 2019માં 2.3 ટકા રહી જશે. વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં મંદીનો ખતરો વધતો જઇ રહ્યો છે. ઘણી ઉભરતી અર્થવ્યવસ્થા મંદીમાં ફસાઇ ચુકી છે. જર્મની અને યૂનાઇટેડ કિંગડમ પણ આર્થિક મંદીની નજીક છે. સ્પષ્ટ છે કે આ સ્લોડાઉનની અસર સૌથી વધારે ભારતની નિકાસ પર પડશે.
સરકારે ઉદ્યોગ જગતને કોર્પોરેટ ટેક્સમાં ભારે ઘટાડો કરી રાહત આપવાનું એલાન કર્યું છે પરંતુ સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટમાં દાવો કરાયો છે કે તેથી અર્થવ્યવસ્થામાં પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019માં ભારતમાં અર્થવ્યવસ્થાની ઝડપ ઘટવાનું અનુમાન છે.
જીએસટીથી કલેક્શનનો ટારગેટ ઓછો થઇ રહ્યો છે. ભારતીય અર્થવ્યવસ્થામાં સ્લોડાઉનની અસર આખા એશિયા પર પડશે. સ્પષ્ટ છે, ખતરો મોટો છે અને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં મંદીની અસર ભારત પર પણ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.