બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / 200 રૂપિયાનું રોકાણ કરનારા કાકા 4 મહિનામાં બની ગયા કરોડપતિ, ભાગ્ય ઉઘડ્યું આને કે'વાય
Last Updated: 01:58 PM, 13 September 2024
મધ્ય પ્રદેશનો એક ખેડૂત માલામાલ થઇ ગયો છે. તેને એક મોટો હીરો મળી આવ્યો છે જેનું વજન 32.8 કેરેટ છે. બજારમાં તેની કીંમત કરોડો રૂપિયા છે.
ADVERTISEMENT
સ્વામીદીન પાલ નામના આ ખેડૂતે માત્ર 200 રૂપિયાનું રોકાણ કર્યું હતું હવે તે માલામાલ બની ગયો છે. તેને 8 બાય 8 સ્કવેર મીટરની ખાણ લીઝ પર લીધી હતી. જેમાં તેને દિવસ રાત મહેનત કરી હીરા માટે ખોદકામ કર્યું હતું.
ADVERTISEMENT
ચાર મહિના અને 12 બાદ આ ખેડૂતની મહેનત રંગ લાવી હતી. જેમાં તેને જેમ ક્વોલિટીનો હીરો મળી આવ્યો હતો. આ અંગે સ્વામીદીને જણાવ્યું કે જ્યારે તેને આ હીરો મળ્યો ત્યારે તેની ખુશીનો પાર નહતો રહ્યો.
સ્વામીદીન પાલે આ હીરો હીરા કાર્યાલયમાં જમા કરાવી દીધો છે. જેની અનુમાનીત કીંમત 2 થી 2.5 કરોડ રૂપિયા છે. હવે આ હીરો હરાજી માટે રાખવામાં આવશે. જેે રકમ મળશે તે આ ખેડૂતને આપવામાં આવશે. સ્વામીદીને જણાવ્યું કે આ પૈસાથી તે બાળકોને ભણાવશે અને થોડી જમીન ખરીદશે.
ખનીજ અધિકારીએ જણાવ્યું કે, આ હીરો જેમ ક્વોલિટીનો છે તેની માર્કેટમાં ખૂબ માંગ છે. આ હીરો પન્ના જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી મોટો હીરો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.