બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / સુરત / Uncle tried to kill nephews in Surat

ક્રાઈમ / સુરતમાં સગા કાકાએ બે ભત્રીજાઓની હત્યાનો કર્યો પ્રયાસ, ત્રીજા માળેથી બે માસૂમોને નીચે ફેકી દીધા

Ronak

Last Updated: 02:42 PM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સગા કાકાએ તેના 2 ભત્રીજાઓની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું. જેમા બાળકોને ત્રીજા માળેથી તેના કાકાએ ફેકી દીધા જોકે તેમનું ઓપરેશન કરતા હાલ તેઓ સહિ સલામત છે.

  • સુરતમાં કાકાએ ભત્રીજાઓની હત્યાનો કર્યો પ્રયાસ 
  • ભાઈ સાથે બોલાચાલી થતા તેના સંતાનોની હત્યાનો કર્યો પ્રયાસ 
  • ત્રીજા માળેથી બંને બાળકોને નીચે ઝાડી ઝાખરામાં ફેકી દીધા 

સુરતમાં કાકાએ તેનાજ સગા ભત્રીજાઓને ત્રીજા માળેથી ફેકી દિધા હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. કાકાએ હત્યાનો પ્રયાસ એટલા માટે કર્યો હતો કારણકે તેના ભાઈ સાથે તેને કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જે વાતનો ખાર રાખીને તેણે ભાઈના સંતાનોની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 

બાળકોએ કહ્યું કે કાકાએ નીચે ફેક્યા હતા 

સમગ્ર મામલે પિતાનું કહેવું છે કે તે કામ પર હતા તે સમયે તેના ભાઈનો ફોન આવ્યો કે તે ગામ જઈ રહ્યો છે. પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેના બંને પુત્રો નીચે પડી ગયા છે. ત્યારે તે તુરંત હોસ્પિટલ પહોચ્યો જ્યા એક બાળકને ભાન આતા તેણે કહ્યું કે કાકાએ તેમને નીચે ફેકી દીધા હતા.

ત્રીજા માળેથી નીચે ઝાડી ઝાખરમાં ફેક્યા 

બંને ભાઈઓને ત્રીજા માળેથી નીચે ઝાંડી જાખરામાં ફેકી દેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા તબીબોએ તાત્કાલીક બંનેનું ઓપરેશન કર્યું તેમને બચાવી લેવામાં આવ્યા. 

બાળકોના પિતાએ તેના ભાઈને ઠપકો આપ્યો હતો 

બાળકોના પિતાનું કહેવું છે કે તેમનો ભાઈ નશામાં ધૂત રહેતો હોય છે. અગાઉ તેને એક યુવતી સાથેના પ્રેમ પ્રકરણ મામલે ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને તેણે બંને બાળકોની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે. 

પ્રેમ પ્રકરણમાં બાળકોની હત્યા કરવાનો કર્યો પ્રયાસ 

ઉલ્લેખનીય છે કે બાળકનો પિતાએ એવું પણ જણાવ્યું કે તેના ભાઈએ અગાઉ પિતાનું ગળું દબાવીને તેમની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તે ત્યાથી સુરતમાં ભાગીને આવી ગયો હતો. બાળકોના પિતાનું કહેવું છે પ્રેમ પ્રકરણમાં તેના ભાઈએ તેના બાળકોની હત્યાનો પ્રયાસ કર્યો છે. કારણકે તેણે યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં તેના ભાઈને ઠપકો આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ