બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:33 PM, 10 July 2024
ભારતમાં ઘણા એવા રહસ્યમય મંદિરો છે જેનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી અને આવું જ એક મંદિર આવેલું છે જ્યાં 99 લાખ 99 હજાર 999 પથ્થરની મૂર્તિઓ આવેલી છે અને આ પથ્થરની મૂર્તિઓ કોણે બનાવી? આ મૂર્તિઓ ક્યારે અને શા માટે બનાવવામાં આવી હતી? એ પ્રશ્નના જવાબ આજ સુધી નથી મળ્યા. આ મંદિર ત્રિપુરાની રાજધાની અગરતલા પાસે આવેલું છે અને તેનું નામ છે ઉનાકોટી મંદિર..
ADVERTISEMENT
લોકોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ મંદિરમાં 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓ જ કેમ આવેલી છે અને 1 કરોડ કેમ નહીં.. ? તો આ મંદિર સાથે ઘણી પૌરાણિક માન્યતાઑ જોડાયેલી છે કે એકવાર ભગવાન શિવ સહિત એક કરોડ દેવી-દેવતાઓ ક્યાંક જઈ રહ્યા હતા અને આ દરમિયાન રાત્રીના સમયે તમામ દેવી-દેવતાઓ ઉનાકોટીમાં આરામ કરવા લાગ્યા હતા.
ADVERTISEMENT
એ સમયે ભગવાન શંકરે તમામ દેવતાઓને કહ્યું હતું કે સૂર્યોદય પહેલા આ સ્થાન છોડી દેવું પડશે. પરંતુ સૂર્યોદય પહેલા માત્ર ભગવાન શિવ જ જાગ્યા અન્ય તમામ દેવતાઓ સૂતા રહ્યા. આ જોઈને ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને બધા દેવતાઓને શ્રાપ આપીને તેમને પથ્થર બનાવી દીધા હતા.
સાથે જ આ મંદિર સાથે જોડાયેલી બીજી એક દંત કથા એવી ન છે કે કાલુ નામનો શિલ્પકાર ભગવાન શંકર અને માતા પાર્વતી સાથે કૈલાસ પર્વત પર જવા માંગતો હતો. શિલ્પકારના આગ્રહના કારણે ભગવાન શંકરે તેને રાતોરાત એક કરોડ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવવાનું કહ્યું હતું. શિલ્પકારે આખી રાત મૂર્તિઓ બનાવી પરંતુ સવાર પડતા ગણતરીમાં એક મૂર્તિ ઓછી નીકળી હતી અને આ કારણે ભગવાન શિવ તે શિલ્પકારને પોતાની સાથે નહતા લઈ ગયા.
ઉનાકોટી મંદિર એક પહાડી વિસ્તારમાં આવેલું છે અને તેની ચારે તરફ ગાઢ જંગલ છે અને મંદિરની આસપાસ કીચડવાળી જમીન આવેલી છે એટલે માટે ત્યાં કોઈ લોકો રહેતા નથી અને મંદિરમાં ઘણા ઓછા લોકો દર્શન કરવા જાય છે. આજ સુધી એ જાણી શકાયું નથી કે જંગલની વચ્ચે લાખો મૂર્તિઓનું નિર્માણ કેવી રીતે થઈ ગયું અને આટલી બધી મૂર્તિ અહી કેવી રીતે આવી તે રહસ્ય હજુ સુધી અકબંધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.