Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

NOT OUT હતો ધોની ખરાબ એમ્પાયરિંગને કારણે મેચ હારી ટીમ ઇન્ડિયા

NOT OUT હતો ધોની  ખરાબ એમ્પાયરિંગને કારણે મેચ હારી ટીમ ઇન્ડિયા
ઓસ્ટ્રેલિયામાં  શરૂ થયેલી ત્રણ વનડેની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાનો 34 રને પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 5 વિકેટે 288 રન કર્યા હતા. 289 રનના ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 254 રન જ બનાવી શકી હતી. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ 3 મેચની સીરિઝમાં 1-0થી આગળ છે. 

ટીમ ઇન્ડિયાની શરૂઆત જ બેકાર થઇ હતી. ટીમે માત્ર 4 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર શિખર ધવન અને અંબાતી રાયડુ ખાતુ પણ નહોતા ખોલી શક્યા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ માત્ર 3 જ રન કર્યા હતા. રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીએ ઇનિંગ સંભાળીને ટીમ ઇન્ડિયાનો સ્કોર 100 સુધી પહોંચાડ્યો હતો. બંનેએ ચોથી વિકેટ માટે 137 રનની પાર્ટનરશિપ કરી હતી જોકે એક સમયે લાગી રહ્યુ હતુ કે ટીમ ઇન્ડિયા સરળતાથી મેચ જીતી જશે પણ એમ્પાયરના એક ખોટા નિર્ણયના કારણે આખી મેચ પલટાઇ ગઇ અને રોહિતની શાનદાર સેન્ચુરી થવા છતાં ટીમ ઇન્ડિયા મેચ હારી ગઇ. 

 
ધોની-રોહિત કમાલની બેટિંગ કરી રહ્યાં હતા પણ 33મી ઓવરમાં કંઈક એવુ થયુ જેની કોઇને આશા નહોતી. બેરહનડોર્ફના એક સીધા બોલને રમવામાં ધોની થાપ ખાઈ ગયો અને એમ્પાયર તેને LBW આપી દીધો. આ પાસે ટીમ ઇન્ડિયાની પાસે કોઇ રિવ્યૂ બચ્યો ન હતો અને ધોનીએ પેવેલિયન જવુ પડ્યુ હતુ. જોકે બાદમાં જ્યારે રિપ્લે જોવામાં આવ્યુ તો સ્પષ્ટ દેખાઇ આવતુ હતુ કે બૉલ લેગ સ્ટમ્પની બહાર પિચ થયો હતો અને નિયમ પ્રમાણે ધોની નોટઆઉટ હતો. 

ધોનીની વિકેટ પડયા પછી ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં ફસાઇ ગઇ અને રોહિત શર્મા એકલો પડી ગયો. રવિન્દ્ર જાડેજા અને દિનેશ કાર્તિક સસ્તામાં આઉટ થતા મુશ્કેલી વધી ગઈ. જોકે રોહિત એકલા હાથે ઝઝૂમવાનું શરૂ રાખ્યુ પણ 133 રનના અંગત સ્કોરે તેનો પ્રતિકાર પણ જવાબ આપી ગયો અને આખરે ટીમ ઇન્ડિયા 34 રને મેચ હારી ગયા. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ