બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉમરગામમાંથી ઝડપાયું MD ડ્રગ્સ બનાવવાનું કારખાનું, 3 આરોપી સંકજામાં, 3 કરોડથી વધુનું મુદ્દામાલ જપ્ત
Last Updated: 11:55 PM, 9 October 2024
રાજ્યમાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વલસાડના ઉમરગામ GIDCમાંથી DRIએ 17 કિલો 330 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આપને જણાવીએ કે, GIDC ફેસ-2માં આવેલા પ્લોટ નંબર 404માંથી MD ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાયું છે.
ADVERTISEMENT
ઉમરગામ GIDCમાં DRIનો સપાટો
ADVERTISEMENT
સૌરભ ક્રિએશન નામના કારખાનામાં MD ડ્રગ્સ બનતું હતું. ત્યારે DRIની ટીમે દરોડો પાડી કારખાનામાં હાજર 3 આરોપીઓની ધરપકડ કરી છે. વિક્રાંત પટેલ ઉર્ફે વિકી સમગ્ર રેકેટનો માસ્ટર માઈન્ડ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કારખાનામાંથી 17 કિલો 330 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરાયું છે. જેની અંદાજે 3 કરોડથી વધુની કિંમત ગણવામાં આવી રહી છે. આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની પણ શક્યતાઓ છે
આ પણ વાંચો: માંગરોળ દુષ્કર્મ કેસમાં આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા સુરત પોલીસનું ફાયરિંગ, 2ની ધરપકડ, એક ફરાર
થોડા દિવસ અગાઉ સંતરામપુરથી ડ્રગ્સ ઝડપાયું હતું
અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ પોલીસે સંતરામપુરની વાકાનાડા ચોકી પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક વ્હાઈટ સ્વીફ્ટ કાર પૂર ઝડપે જઈ રહી હતી જેનો પોલીસે પીછો કર્યો હતો અને ગાડીને રોકી હતી અને તે લોકોની પુછપરછ કરતાં અને ગાડીમાં શોધખોળ કરતા પાવડરના પેકેટ મળી આવ્યા હતા. પાવડરના પેકેટનું FSLએ ચેકિંગ કરતા 44.630 ગ્રામનું ડ્રગ્સ ઝડપાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT