કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યુ કે ગંગા અને યમુનાનું સફાઇ મિશન પૂરુ થયા બાકીની નદીઓ પણ #MeToo આહ્વાન કરશે. તેમણે પત્રકારોને કહ્યું છે કે નદી અને મહિલાઓના આગળ વધવામાં કોઈપણ પ્રકારની અડચણ હોવી જોઈએ નહીં.
તાજેતરમાં જાતીય સતામણી અને જાતીય હિંસા વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર #MeToo નામથી કેમ્પેન ચાલી રહ્યું છે. જેમાં દેશના વિભિન્ન ક્ષેત્રોની ઘણી હસ્તીઓના નામ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે.
ગંગા માટે ન્યૂનમત પ્રવાહ પર એક સરકારી જાહેરસૂચનાનો ઉલ્લેખ કરતા ભારતીએ કહ્યુ કે જ્યાં સુધી દુનિયાના સૌથી મોટા જળસ્ત્રોતોમાંથી એક આ નદીની સમસ્યાને સમજવામાં નહીં આવે. ત્યાં સુધી મુશ્કેલીઓનો ઉકેલ થઈ શકે નહીં.
ઉમા ભારતીએ કહ્યું છે કે નદીઓને બચાવવા માટે દેશમાં આ એક મહત્વની ઘટના છે. તે ગંગા અને યમુનાથી શરૂ થશે અને ત્યારે દેશ-વિદેશની અન્ય નદીઓ પણ #MeToo એટલે કે મારા માટે પણ આંદોલન શરૂ કરો તેવી આહ્વાન કરશે.
ઉમા ભારતીએ કહ્યું છે કે નીતિન ગડકરીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે અને તમામ નદીઓ પણ #MeToo કહેવા લાગશે. તેઓ પણ આવું જ જાહેરનામું ઈચ્છે છે. નદીઓ અને મહિલાઓના આગળ વધવામાં કોઈ અડચણ હોવી જોઈએ નહીં. આ સંકલ્પ લેવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં નીતિન ગડકરી પણ હાજર હતા. વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબરના #MeToo અભિયાનમાં ઘેરાવા સંદર્ભે ગડકરીએ કોઈ જવાબ આપ્યો નથી. આ પહેલા ઉમા ભારતીએ કેમ્પેનને યોગ્ય ગણાવ્યું હતું. પરંતુ એમ. જે. અકબર સંદર્ભે પુછવામાં આવેલા સવાલનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.