ખજુરાહો સીટ પરથી ભાજપનાં ઉમેદવાર વીડી શર્માનાં સમર્થન માટે ચૂંટણી પ્રચાર માટે કટની પહોંચેલા ભાજપનાં નેતા ઉમા ભારતીએ સાધ્વી પ્રજ્ઞાસિંહને લઈને મોટું નિવેદન આપ્યું છે.
જ્યારે ઉમા ભારતીને પૂછવામાં આવ્યું કે મધ્યપ્રદેશમાં ઉમા ભારતીનું સ્થાન સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર લઈ શકે છે. ત્યારે ઉમા ભારતીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, 'સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર મહાન સંત છે. તેમનાં મુકાબલામાં હું ખૂબ જ સાધારણ વ્યક્તિ છું.'
ઉમા ભારતીને જ્યારે પૂછવામાં આવ્યું કે ગંગા નંદીની સફાઈ ના થતાં પીએમ મોદીએ પોતાની જ પાર્ટીનાં કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યાં ત્યારે તેના જવાબમાં તેઓ બચતા નજરે પડ્યાં અને કહ્યું કે, હું જ્યાં સુધી પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સાંભળી ના લઉ ત્યાં સુધી હું કોઈ પ્રતિક્રિયા આપી શકું નહીં.'
ઉમા ભારતી ખુદ એક સાધ્વી છે અને ભાજપની તે કદાવર નેતા પણ કહેવામાં આવે છે. તેઓ કેન્દ્રીય મંત્રી છે. આ લિહાજથી તેઓનું કદ પાર્ટીમાં અને સરકારમાં ખૂબ મોટું છે. જ્યારે પ્રજ્ઞા ઠાકુર હજી ચૂંટણીનાં મહાસમરમાં પગલું ભરી રહી છે. સાધ્વી પ્રજ્ઞા હિંદુત્વનો ફાયરબ્રાન્ડ ચહેરો છે.
જો કે અનેક સંગીન મામલાઓમાં આરોપી પણ રહેલ છે. એવામાં ઉમા ભારતીને લઇને તેઓનાં નિવેદનમાં એક પ્રકારનો પ્રહાર પણ જોવાં મળ્યો. ઉમા ભારતીએ આ વખતે ખુદ જ ચૂંટણી નહીં લડવાની ઇચ્છા દર્શાવી હતી. જો કે અનેક દિવસો સુધી તેઓએ ભોપાલથી અંતિમ ચૂંટણી રણમાં ઉતારવાને લઇને ચર્ચા થતી રહી હતી. ભોપાલથી કોંગ્રેસનાં ઉમેદવાર મુખ્યમંત્રી રહી ચૂકેલ કદાવર નેતા દિગ્વિજય સિંહ છે.
સાધ્વી પ્રજ્ઞાનો મુકાબલો તેનાંથી છે. ભોપાલ સીટનાં સવાલ પર ઉમાએ કહ્યું કે, બંને પાર્ટીઓ ભારે દમ લગાવી રહી છે. ભોપાલ સીટ એવી સીટ છે કે જ્યાં ભાજપની જીત થાય, થાય ને થાય જ અને આ વખતે સાધ્વી પ્રજ્ઞા લડી રહી છે તો જીત તો થશે.