નર્મદા નદીમાં ડૂબેલું વર્ષો જૂનું શિવમંદિર પાણી ઘટતા આવ્યું બહાર, ભક્તોમાં ખુશીનો માહોલ

By : admin 04:49 PM, 14 March 2018 | Updated : 04:49 PM, 14 March 2018
છોટાઉદેપુરઃ નર્મદા નદીમાં સત્તત ધટી રહેલા પાણીના સ્તરને લઇને લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે. ઇતિહાસમાં પ્રથમવાર આવું બન્યુ છે તો પાણી ઘટવાથી બીજી તરફ પ્રવાસીનોને એક અલભ્ય નજારો જોવા મળ્યો હતો. શું છે આ પ્રવાસીઓની ખુશી, અને શું છે ચિંતાનો વિષય?

જળ એજ જીવનની ઉક્તિ મુજબ જોઇએ તો નર્મદા નદીના પાણીથી ગુજરાત અને ગુજરાતની બહારના અનેક લોકો નિર્ભર રહે છે. પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. આ નર્મદા નદીમાં સતત ઘટી રહેલા પાણીના સ્તરને લઈ લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે. ઇતિહાસમાં પ્રથમવાર આટલું પાણી નર્મદા ઓછું થયું છે. તો બીજી બાજુ છોટાઉદેપુર જિલ્લાના હાફેશ્વર નજીક આવેલી નર્મદા નદીમાં વર્ષો જૂનું શિવમંદિર 18 વર્ષ પછી 30 ફુટ જેટલું દેખાતા લોકોમાં કંઈક અનેરો આનંદ જોવા મળ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ખાતે અતિપ્રાચીન શિવમંદિર આવેલું છે. નદી ઉપર સરદાર સરોવર બનાવાતા નર્મદાનું જળસ્તર ઉપર આવ્યું હતુ. એ શિવ મંદિર પાણીમાં ડૂબી ગયું હતું. પરંતુ ધટતી નર્મદાની જળસપાટીથી આ ડૂબેલુ મંદિર બહાર આવ્યુ હતું. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર પર આવેલા આ મંદિરના લોકો દર્શન માટે આવે છે.  

18 વર્ષ બાદ નર્મદાનું પણી 50 ફુટ જેટલું ઉતરી જતા મંદિર 30 ફુટ જેટલું બહાર આવી ગયું છે. આથી લોકો પૌરાણિક મંદિરના દર્શન માટે દૂર-દૂરથી અહીં આવી રહ્યાં છે. આથી ભક્તોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે.  Recent Story

Popular Story