Ultimatum given to the gujarat government,If you don't believe now, the scarecrow of Patidar movement, Naresh Patel-PAAS active
BIG NEWS /
સરકારને અપાઈ ગયું અલ્ટિમેટમ! હવે નહીં માને તો પાટીદાર આંદોલનના ભણકારા, નરેશ પટેલ-PAAS એક્ટિવ
Team VTV12:07 PM, 27 Feb 22
| Updated: 12:11 PM, 27 Feb 22
પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસોના મામલે પોલીસ કેસ પાછા ખેંચવા પાટીદાર નેતાઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.
આંદોલન સમયના કેસ ખેંચવા અલ્ટીમેટમ
PAAS અને નરેશ પટેલની બેઠકમાં નિર્ધાર
6 માર્ચ સુધી કેસ પાછા ખેંટવા અલ્ટીમેટમ
પાટીદાર અનમાન આંદોલન સમયે થયેલા કેસોના મામલ હેવે પાટીદાર સમાજના નેતાઓ અને આગેવાનોએ પોલીસ કેસ પાછા ખેંચવા માટે સરકારને 6 માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અને જો કેસ પાછા ન ખેંચાય તો આંદોલનનો નિર્ધાર કરવાનો નકકી કર્યું છે.
ખોડલધામમાં નરેશ પટેલ સાથે PAASના આગેવાનોની બેઠક થઇ હતી
ઉલ્લેખની છે કે, ગત રોજ પાસના નેતા અલ્પેશ કથીરિયાએ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે કાગવડમાં મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન દિનેશ બભાણીયા અને ધાર્મિક મલાવીયા પણ હાજર રહ્યા. બેઠકમાં પાસના આગેવાનો દ્વારા પાટીદાર યુવકો પર થયેલા કેસ પરત ખેંચવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ પહેલા પણ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પાટીદાર યુવકો પર થયેલા કેસ પરત ખેંચવા અંગે સરકાર સમક્ષ પાટીદાર આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સરકાર દ્વારા કેસ પરત લેવામાં આવ્યા નહોતા. જેથી પાટીદાર નેતાઓ કેસ પરત ખેંચવાની માગ કરી રહ્યાં છે.
આ પહેલા પાટીદાર આંદોલન સમયના કેસ 23 માર્ચ પહેલા પરત નહીં ખેંચાય તો આંદોલન કરવાની હાર્દિક પટેલે ચિમકી ઉચ્ચારી હતી. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમે કેસ પાછો ખેંચવા પાટીદાર ધારાસભ્યોને ગુલાબનું ફૂલ આપીને રજૂઆતો કરીશું, તેમ હાર્દિકે કહ્યું હતું. હાર્દિકે ઉમેર્યું હતું કે, 6 માર્ચથી સંઘર્ષના સાથી તરીકેનો સમાજ કાર્યક્રમ કરાશે.