Ukrainian President Vladimir Zelensky released the video
ખુલાસો /
દેશ છોડીને ભાગવાના સમાચાર વચ્ચે સામે આવ્યા ઝેલેન્સકી, બહાદુરીના થઈ રહ્યા છે વખાણ
Team VTV10:39 AM, 05 Mar 22
| Updated: 11:10 AM, 05 Mar 22
યુક્રેનના રાષ્ટ્રપતિએ જાહેર કર્યો વીડિયો, કહ્યું, હું ભાગી નથી ગયો, યુક્રેનમાં જ છું.
યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની સ્થિતિ યથાવત
શું યુક્રેનના રાષ્ટ્રપતિને મારવાના થઇ રહ્યા છે પ્રયાસ ?
ઝેલેન્સ્કીએ જાહેર કર્યો વીડિયો
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે એવી અટકળો સામે આવી રહી છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ પોલેન્ડ ભાગી ગયા. જો કે આ બાબતે ખુદ ઝેલેન્સ્કીએ નિવેદન આપતા જણાવ્યુ કે હું પોલેન્ડ ભાગી નથી ગયો. યુક્રેનમાં જ છું.મહત્વનું છે કે અગાઉ પણ વ્લાદિમીર ઝેલેન્સ્કી કીવના રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા.
ઝેલેન્સકીએ વીડિયો કર્યો જાહેર
ઝેલેન્સકીએ એક નવો વીડિયો જાહેર કરતા જણાવ્યુ કે તેઓ પોલેન્ડ ભાગી ગયા નથી. આ દરમિયાન તેમણે યુરોપિયન દેશોને યુક્રેનના સમર્થનમાં આવવાની અપીલ કરી છે. આ તફ યુક્રેનના સાંસદે કહ્યું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ભાગી ગયા નથી, તેઓ રાજધાની કિવમાં છે. યુક્રેન વારંવાર દાવો કરી રહ્યું છે કે રશિયા ઝેલેન્સકીને મારવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ આવાસ પાસે રોકેટનો ટુકડો પણ મળી આવ્યો હતો. આ અંગે તેઓએ જણાવ્યુ કે રશિયા લક્ષ્ય ચૂકી ગયું.
શું ઝેલેન્સ્કીને મારવાનો થઇ રહ્યો છે પ્રયાસ?
મહત્વનુ છે કે અગાઉ એક રિપોર્ટમાં જણાવ્યાનુસાર ઝેલેન્સકીને ત્રણ વખત મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ દર વખતે તે કોઈને કોઈ રીતે બચી ગયા હતા. રશિયન મીડિયા હાઉસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ઝેલેન્સકીએ પોલેન્ડમાં આશ્રય લીધો છે, પરંતુ યુક્રેને આ વાતને નકારી કાઢી.
રશિયાએ યુક્રેનના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ પર તોપમારો કરતા આગ ફાટી નીકળી. IAEA એ ટ્વિટર પર જણાવ્યું હતું કે તેના ડાયરેક્ટર-જનરલ મારિયાનો ગ્રોસી યુક્રેનના વડા પ્રધાન ડેનિસ શ્મિગેલ અને યુક્રેનિયન પરમાણુ ઊર્જા નિયમનકાર અને ઓપરેટર સાથે ઝાપોરિઝિયા પરમાણુ પાવર પ્લાન્ટની વર્તમાન પરિસ્થિતિ અંગે સતત સંપર્કમાં છે. IAEA ના ડિરેક્ટર જનરલે બંને પક્ષોને ગોળીબાર બંધ કરવા વિનંતી કરી અને કહ્યું કે જો પરમાણુ પાવર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધને અઠવાડિયાથી પણ વધારે સમય થઇ ગયો. યુક્રેન રશિયા સામે કડક ફાઇટ આપી રહ્યુ છે. સૈન્ય શક્તિ મામલે રશિયા કરતા ઓછી તાકાત ધરાવનાર યુક્રેનની ચોમેર વાહવાહી થઇ રહી છે તેમાં પણ રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી દેશમાં રહીને રશિયા સામે લડત આપી રહ્યા છે . રશિયાથી ડર્યા વિના કીવના રસ્તાઓ પર સ્થિતિનો તાગ મેળવવા નીકળી રહ્યા છે. તેઓ આ યુદ્ધને લઇને લોકોને બચાવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે જે બહાદુરીને લોકો વાહવાહી કરી રહ્યા છે.