યૂક્રેનની રાજધાની કીવમાં રશિયન મિસાઈલ હુમલામાં માંડ માંડ બચી ગયેલી એક છોકરીનો વીડિયો વાયરલ થયો છે.
રશિયાએ ફરી યુક્રેનનું રોળ્યું
રાજધાની કીવ સહિતના શહેરોમાં કર્યો મિસાઈલ મારો
મોબાઈલથી લાઈવ કરી રહેલી છોકરી નજીક ત્રાટકી મિસાઈલ
માંડ માંડ બચી, અનેક શહેરો મિસાઈલ અને બોંબમારાથી ધ્રૂજી ઉઠ્યાં
ક્રીમિયાને રશિયા સાથે જોડનાર પૂલ પર ગઈકાલના બ્લાસ્ટ બાદ કોપાયમાન થયેલા રશિયાએ ફરી વાર યૂક્રેનને રોળવાનું શરુ કરી દીધું છે. સોમવારે રશિયન દળોએ રાજધાની કીવ સહિતના શહેરોમાં ભારે મિસાઈલ મારો શરુ કરી દેતા ભયાનક તબાહી મચી હતી. આ દરમિયાન વીડિયો શૂટ કરી રહેલી એક છોકરી રશિયન મિસાઈલ હુમલામાં માંડ માંડ બચી હતી તેનો એક ખૌફનાક વીડિયો વાયરલ થયો છે જે જોવામાં ધ્રૂજાવી દેનાર છે.
A girl was recording herself as she walked through what looks like Shevchenko Park in Kyiv this morning. She was almost killed by a Russian rocket pic.twitter.com/1Fa40ypcyg
મિસાઈલ હુમલામાં બચી છોકરી
સોમવારે જ્યારે રશિયન દળો મિસાઈલ મારો કરીને કીવને ધમરોળી રહ્યાં હતા ત્યારે ત્યાંની તબાહી વીડિયો શૂટ કરી રહેલી એક છોકરીની બરાબર એક મિસાઈલ આવીને ત્રાટકી હતી. મિસાઈલ પડતાં છોકરી ચીસો પાડી ઉઠી હતી અને તેના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો હતો. થોડા સમય સુધી તો છોકરી ભારે આઘાતમાં આવી ગઈ હતી અને ગાંડાની માફક દોડી પડી. સદનસીબે મિસાઈલ હુમલામાં તેનો આબાદ બચાવ થયો હતો.
કીવ સહિતના શહેરો ધ્રૂજી ઉઠ્યાં મિસાઈલ અને બોંબમારામાં
લગભગ 3 મહિનાના સમયગાળા બાદ રશિયાએ યૂક્રેનમાં હવે ફરી વાર ભીષણ તબાહી મચાવવાનું શરુ કર્યું છે. રશિયાએ રાજધાની કીવ સહિતના વિસ્તારોમાં ભીષણ મિસાઈલ હુમલા શરુ કરી દીધા છે. સોમવારે રશિયન દળોએ રાજધાની કીવ સહીત 12 શહેરો પર 75 મિસાઈલ છોડી હતી જેમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. મોતનો આંકડો વધવાની પૂરી શક્યતા છે. યુક્રેનના રક્ષા મંત્રાલયે પણ ટ્વિટ કરીને જણાવ્યું કે રશિયાએ યુક્રેન પર 75 મિસાઈલ હુમલા કર્યાં છે જેમાં 41 મિસાઈલને તોડી પડાઈ છે.
ક્રિમિયા બ્રિજ બ્લાસ્ટ બાદ રશિયા ઉગ્ર બન્યું
8 ઓક્ટોબરે એઝોવ સમુદ્રને કાળા સમુદ્ર સાથે જોડતા યુરોપના સૌથી લાંબા પુલ પર પાર્ક કરેલા વિસ્ફોટક ભરેલા વાહનમાં વિસ્ફોટ થયો હતો. આ પછી પુલનો કેટલોક ભાગ બળીને ખાખ થઇ ગયો હતો. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર છે. રશિયાનો આરોપ છે કે આ હુમલો યુક્રેનનું ષડયંત્ર છે. આ પછી રશિયા ઉગ્ર બન્યું હતું અને મિસાઈલ અને બોંબમારો કરીને યૂક્રેનને ધ્રૂજાવી મૂક્યું હતું.