દુનિયાભરમાં કરોડો લોકો પોતાના સંવેદનશીલ અકાઉન્ટસ માટે એવા પાસવર્ડનો ઉફયોગ કરે છે જેનું સરળતાથી અનુમાન લગાડી શકે છે. એમાંથી સૌથી વધારે ઉપયોગ થનારો પાસવર્ડ '123456'.
દુનિયાભરમાં પોતાના અકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે લોકો અલગ અલગ પાસવર્ડ રાખે છે. પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે મોટાભાગના લોકો એક જેવા જ પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. તો કેટલાક લોકો ફુટબૉલ ટીમના નામનો પણ પાસવર્ડમાં રાખે છે.
આ પાછળનું એક કારણ એ પણ હોય છે કે લોકો સરળ પાસવર્ડ રાખવા ઇચ્છે છે, જેનાથી લોકો ભૂલે નહીં, આ જ કારણ છે કે મોટાભાગના લોકો 123456 જ પાસવર્ડ રાખે છે.
એક રિસર્ચમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાના આશરે બે કરોડ લોકોના આ (123456) પાસવર્ડ છે. રિસર્ચ જણાવે છે કે લોકો તમામ જાગરૂકતાના પ્રયત્નો છતાં સરળ પાસવર્ડ રાખે છે, જેનાથી એમની પર સાઇબર હુમલાનું જોખમ ઘણું વધારે વધી જાય છે.
લોકોમાં જાગરૂકતાની ખામીને લઇને બ્રિટેનની એક સંસ્થાએ અભ્યાસ કર્યો છે.
એમાં જાણવા મળ્યું કે 2.3 કરોડ લોકોએ 123456 ને જ પાસવર્ડ તરીકે ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ બીજા નંબર પર આવે છે 123456789 પાસવર્ડ. તો બીજી બાજુ ટોપ પાંચ પાસવર્ડની વાત કરીએ તો એમાં ક્યૂડબ્લ્યૂઆરટીવાઇ અને 1111111 પણ સામેલ છે. આ ઉપરાંત કેટલાક લોકો પાસવર્ડ તરીકે પોતાના ત્યાંના સ્થાનિક ફુટબોલ ટીમના નામનો પણ ઉપયોગ કરે છે.