Team VTV08:49 AM, 23 May 20
| Updated: 02:33 PM, 23 May 20
હાલમાં જ યુકે હાઈકોર્ટે અનિલ અંબાણીને આદેશ આપ્યો છે કે તે ચાઈનીઝ બેંકને 21 દિવસમાં 717 મિલિયન ડોલર એટલે કે 5000 કરોડથી વધુ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. આ સમગ્ર કેસ આરકૉમની લોનની ગેરેંટી સાથે સંકળાયેલો છે.
અનિલ અંબાણીની વધી મુસીબત
યુકે હાઈકોર્ટનો અનિલ અંબાણીને આદેશ
21 દિવસમાં ભરવાના રહેશે 5000 કરોડ રૂપિયા
રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણી માટે લંડનથી મોટી મુશ્કેલીના સમાચાર આવ્યા છે. લંડનની અદાલતે તેમને 21 દિવસની અંદર ચીનની 3 બેંકોને 717 મિલિયન ડોલર (5000 કરોડ રૂપિયાથી વધુ) ચુકવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના ઇંગ્લેન્ડ અને વેલ્સના વાણિજ્યિક વિભાગના ન્યાયમૂર્તિ નિગેલ ટિઅરેએ કહ્યું કે અનિલ અંબાણીની આ કેસમાં વ્યક્તિગત ગેરંટી છે, જેના કારણે તેમને રકમ ચૂકવવી પડશે. કુલ રકમ 71 કરોડ 69 લાખ 17 હજાર 681 ડોલર છે.
આરકૉમ સાથે સંકળાયેલો છે સમગ્ર કેસ
અનિલ અંબાણીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કેસ રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ દ્વારા 2012 માં કોર્પોરેટ લોન સાથે સંબંધિત હતો. આ માટે તેણે અંગત ગેરંટી આપી હતી. જો કે નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લોન અનિલ અંબાણીએ વ્યક્તિગત રીતે લીધી નથી.
અંબાણીએ ગેરેંટી પર નથી કર્યા હસ્તાક્ષર
ઔદ્યોગિક અને વાણિજ્યિક બેંક ઓફ ચાઇના (આઇસીબીસી) એ અનિલ અંબાણીએ ક્યારેય સહી કરી ન હોવાના બાંહેધરીના આધારે પોતાનો દાવો કર્યો હતો. આ સિવાય તેઓએ પોતાની તરફથી કોઈ પણ ગેરેંટીને ચલાવવાનો અધિકાર આપવાની મનાઈ કરી છે.