બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 08:45 AM, 12 March 2020
ADVERTISEMENT
સૂત્રોને મળતી જાણકારી મુજબ ઇરાકમાં અમેરિકાની સેનાના પ્રવક્તા માઇલ્સ કેગિન્સના જણાવ્યા અનુસાર ઇરાકના તાજી બેઝ કેમ્પ પર 15 રોકેટ છોડવામાં આવ્યાં. જો કે પ્રવક્તાએ આ અંગે વિસ્તૃત જાણકારી આપી નહોતી. જ્યારે એક અન્ય અમેરિકન અધિકારીના જણાવ્યાં અનુસાર ટ્રક લોન્ચરથી 30 રોકેટ છોડવામાં આવ્યાં જેમાંથી 18 બેઝ પર પડ્યાં.
જો કે અમેરિકાના અધિકારીઓએ આ હુમલાને લઇને કોઇ વિસ્તૃત જાણકારી આપી નહીં કે આ હુમલાની જવાબદારી કોઇ ગ્રુપે લીધી કે નહીં. જો કે એક અન્ય રિપોર્ટના જણાવ્યાં અનુસાર હુમલાખોરે 15 કત્યુષા રોકેટથી હુમલો કરવામાં આવ્યો જેમાં ડઝનથી વધારે ઘાયલ થયા છે.
ADVERTISEMENT
US attacks Iraqi militia base in Anbar after 3 coalition troops killed in rocket attack
— ANI Digital (@ani_digital) March 11, 2020
Read @ANI Story | https://t.co/rWDgpifUUE pic.twitter.com/LIkzbQ2DtX
એક અમિરકાના અધિકારીએ પુષ્ટી કરતાં કહ્યું કે માર્યા ગયેલાઓમાં એક અમેરિકન સૈનિક હતો અને બીજો એક કોન્ટ્રેકટર હતો. આ સાથે જ કહ્યું કે મરનારાઓની સંખ્યા વધી પણ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર IS માં આવી રીતના હુમલો કરવાની ક્ષમતા નથી. જો કે આ સાથે શંકા કરવામાં આવી રહી છે કે આ હુમલા પાછળ પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સેજ (PMF) નો હાથ હોય શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.