બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મોદી સરકારની આ યોજનામાં મહિલાઓને મળશે મફત LPG સિલિન્ડર, આ રીતે કરો અરજી
Last Updated: 07:30 PM, 11 January 2025
ભારત સરકાર ગરીબ જરૂરિયાત મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી ગેસ કનેકશન આપી રહી છે. તો ચાલો જાણીએ સરકાર કઈ-કઈ મહિલાઓને આપી રહી છે આ લાભ અને કેવી રીતે કરી શકાય છે આવેદન.
ADVERTISEMENT
સૌપ્રથમ તો, આ યોજના હેઠળ સ્ટોવ અને સિલિન્ડર આપવામાં આવે છે. જો કે સરકારે, આના માટે કેટલીક પાત્રતા નક્કી કરે છે. પાત્રતાની વાત કરીએ તો, મહિલાની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોવે અને બીજું કે, પરિવારના કોઈ સદસ્યએ પહેલાં કોઈ એલપીજી કનેકશન લીધેલો ન હોવો જોઈએ.
ADVERTISEMENT
તેમજ મહિલાઓ બીપીએલ પરિવારથી સંબંધ ધરાવતી હોવી જોઈએ. એમાંય એમની પાસે બીપીએલ કાર્ડ કે રૅશન કાર્ડ હોવું જરૂરી છે.
વધુ વાંચો: સુવર્ણ તક! SBIમાં પરીક્ષા વગર જ નોકરીનો મોકો, પગાર મહિને 90000 રૂપિયાથી વધારે
આ રીતે કરો આવેદન
આવેદન કરવા માટે ઉજ્જવલા યોજનાની અધિકારીક વેબસાઇટ pmuy.gov.in/ujjwala2.html પર મુલાકાત લેવી. હવે અહીંયા તમને એક ફોર્મ ડાઉનલોડનો ઓપ્શન દેખાશે, જે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે.
હવે તમારે આ ફોર્મને ભરી દેવાનું રહેશે અને નજીકના એલપીજી કેન્દ્ર પર જમા કરાવવાનું રહેશે. તમારે ફોર્મની સાથે-સાથે જે દસ્તાવેજ માંગ્યા હોય તે પણ જમા કરાવવાના રહેશે. હવે તમારા દસ્તાવેજ વેરિફિકેશન કરવામાં આવશે અને વેરિફાઈ થયા બાદ તમને ઉજ્જવલા યોજનાનું કનેકશન આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.