બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / UIDAI giving facility to withdraw money sitting at home through aadhaar

તમારા કામનું / હવે Aadhar દ્વારા પણ ઘરે બેઠાં પૈસા ઉપાડી શકશો, નહીં ખાવા પડે બેંકના ધક્કા! UIDAI આપી રહ્યું છે સુવિધા

Bijal Vyas

Last Updated: 03:23 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર-આધારિત ચૂકવણી એક પ્રકારનું ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે, જે પૈસા કાઢવા માટે આધાર બાયોટ્રિક વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે, વાંચો કઇ રીતે લઇ શકશો લાભ

 • બાયોમેટ્રિક ડિવાઇસમાં ફિંગર પ્રિન્ટ સ્કેન કરવા ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવે છે
 • પૈસા કાઢવા માટે આધાર બાયોટ્રિક વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે
 • એઇપીએસ સેવાનો ઉપયોગ તે લોકો કરી શકે છે જે આધાર સંખ્યા બેંક ખાતા સાથે જોડાયેલ છે

જો તમે આધાર દ્વારા પોતાના ખાતામાંથી પૈસા કાઢવા ઇચ્છો છો તો સરળતાથી એક અંગૂઠાના માધ્યમથી સરળતાથી પૈસા કાઢી શકો છો. UIDAI આધાર દ્વારા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સુવિધા આપી રહી છે. આધાર-આધારિત ચૂકવણી એક પ્રકારનું ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે, જે પૈસા કાઢવા માટે આધાર બાયોટ્રિક વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. એટલે કે બાયોમેટ્રિક ડિવાઇસમાં ફિંગર પ્રિન્ટ સ્કેન કરવા ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવે છે. તેથી તમારે બેંક જવાની જરુર નહીં પડે. 

આધાર UIDAI દ્વારા જાહેર 12 આંકડાની વિશિષ્ટ ઓળખ સંખ્યા છે.  AePS સિસ્ટમ લેણદેણની સુવિધા માટે આધાર સર્ટિફિકેશનનો ઉપયોગ કરે છે. આ યૂનિફાઇડ પેમેન્ટ (UPI) પ્લેટફોર્મ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે,  AePS બેંકની લીડરશિપવાળા અને NPCI દ્વારા વિકસિત એક મોર્ડલ છે. આ આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરીને કોઇપણ બેંકના અધિકૃત વ્યવસાય પ્રતિનિધિના માધ્યમ દ્વારા માઇક્રો એટીએમ /કિયોસ્ક/મોબાઇલ ડિવાઇસ પર ઓનલાઇન લેણદેણની અનુમતિ આપે છે. 

Topic | VTV Gujarati

આધાર-આધારિત પેમેન્ટ સિસ્ટમ (AePS)ના આ છે લાભ

 • એનપીસીઆઇના આધારથી જોડાયેલ દરેક ખાતાધારકો માટે એક પ્રમાણીકરણ ગેટવેની પરમિશન આપી આધાર દ્વારા પેમેન્ટ કરવાની પદ્ધતિને ડિઝાઇન કરી છે. 
 • એઇપીએસ સેવાનો ઉપયોગ તે લોકો કરી શકે છે જે આધાર સંખ્યા બેંક ખાતા સાથે જોડાયેલ છે. 
 • અધિકૃત બેંક સાથે AEBA સેટ કરવા અને AePS સેવાનો આનંદ માણવા માટે ગ્રાહકો પાસે માન્ય આધાર નંબર હોવો જરુરી છે. 
 • બેંકિંગ લેણદેણ જેવુ બેલેન્સ પુછપરછ, રોકડ ઉપાડની માહિતી એઇપીએસના માધ્યમથી લઇ શકાય છે. 

AePS હેઠળ ઉપલબ્ધ છે આ સેવાઓ

 • બેલેન્સની પૂછપરછ
 • રોકડ ઉપાડ
 • રોકડ જમા
 • આધાર થી આધાર ફંડ ટ્રાન્સફર
 • ચુકવણી લેણદેણ (C2B, C2G લેણદેણ)

AEPS લેણદેણ માટે જરૂરી દસ્તાવેજો

 • આધાર નંબર
 • બેંકનું નામ
 • તેમની નોંધણી દરમિયાન બાયોમેટ્રિક કેપ્ચર
 • લેણદેણનો પ્રકાર (જો જરૂરી હોય તો)

હવે તમારું Aadhaar Card બન્યું વધારે સિક્યોર, કોઇ પણ નહીં કરી શકે છેતરપિંડી | Now your Aadhar has become more secure no one can cheat

ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમનો લાભ 

 • ગ્રાહકો કોઈ પણ બેંક શાખાની મુલાકાત લીધા વિના, કાર્ડ સાથે કે પિન/પાસવર્ડ યાદ રાખ્યા વિના તેમના ઘરે બેઠા બેઠા બેંકિંગ વ્યવહારોનો લાભ લઈ શકે છે અને બેંકિંગ લેવડદેવળ કરી શકે છે.
 • તે વેપારીને વસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે ગ્રાહકના આધાર નંબર/વર્ચ્યુઅલ ID અને બાયોમેટ્રિક્સ મેળવવાની મંજૂરી આપીને વેપારી વ્યવહારોને પણ સક્ષમ બનાવે છે.
 • આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત નથી, પરંતુ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે તમારો આધાર નંબર તમારા બેંક ખાતા સાથે લિંક કરવો ખૂબ જ જરુરી છે.
 • ગ્રાહક જે બેંકમાં પોતાનું ખાતું રાખે છે તેની સાથે વિવાદ/ફરિયાદ કરી શકે છે. તે NPCI ની વિવાદ વ્યવસ્થાપન પ્રણાલી દ્વારા તેને સંબંધિત બેંકને ફોરવર્ડ કરશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhar AePs UIDAI આધાર ડિજિટલ પેમેન્ટ બેંક બેંકિંગ Utility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ