બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 01:09 PM, 3 November 2021
ADVERTISEMENT
ભારત સરકારના આધાર નિયમોનું પાલન ન કરનાર લોકો વિરૂદ્ધ હવે 1 કરોડ રૂપિયાનો દંડ લાગી શકે છે. કાયદો લાગુ થયાના લગભગ 2 વર્ષ બાદ સરકારે તેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. તેના હેઠળ UIDAI આધાર નિયમોનું ઉલ્લંધન કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે. સાથે જ આરોપીઓ પર 1 કરોડ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. સરકારે 2 નવેમ્બરે UIDAI નિયમ, 2021ની નોટિસ જાહેર કરી છે.
થશે 1 કરોડનો દંડ
તેની હેઠળ UIDAI અધિનિયમ અથવા UIDAIના નિર્દેશોનું પાલન ન થવાની ફરિયાદ કરી શકાય છે. UIDAI દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ આવા મામલામાં નિર્ણય કરશે અને આવી સંસ્થાઓ પર 1 કરોડ રૂપિયા સુધીનો દંડ લગાવી શકે છે. આ નિર્ણય વિરૂદ્ધ ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ અને એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકાય છે.
ADVERTISEMENT
સરકાર, આધાર અને અન્ય કાયદાકીય અધિનિયમ, 2019 લાવી હતી. જેથી UIDAIની પાસે કાર્યવાહી કરવા માટે અધિકાર હોય. હાલ આધાર અધિનિયમ હેઠળ UIDAIની પાસે આધાર કાર્ડના ખોટા ઉપયોગ કરતી સંસ્થાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર નથી. વર્ષ 2019માં અમલમાં લાવેલા કાયદામાં તર્ક આપવામાં આવ્યો હતો કે, "ખાનગી જાણકારીઓની રક્ષા માટે UIDAIની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારો કરવાની જરૂર છે" ત્યાર બાદ સિવિલ પેનલ્ટીના પ્રોવિઝન માટે આધાર અધિનિયનમાં એક નવું ચેપ્ટર જોડવામાં આવ્યું.
2 નવેમ્બરે નોટિફિકેશનના નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે નિર્ણય લેનાર અધિકારી ભારત સરકારના સંયુક્ત સચિવના પદથી નીચેના નહીં હોય. તેમની પાસે 10 વર્ષ અથવા તેનાથી વધારેના કાર્યનો અનુભવ હશે. સાથે જ તેમની પાસે કાયદાના કોઈ પણ વિષયમાં પ્રશાસનિય અથવા ટેક્નિકલ જાણકારી હશે. સાથે જ તેમની પાસે મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમર્સમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
નિયમ ભંગ કરવા બદલ આપવામાં આવશે નોટિસ
નિયમો મુજબ, UIDAI તેના એક અધિકારીને પ્રેઝન્ટિંગ ઓફિસર તરીકે નોમિનેટ કરી શકે છે. તે અધિકારી વતી આ બાબતને અધિકારી સમક્ષ રજૂ કરશે. નિર્ણાયક અધિકારી, નિર્ણય લેતા પહેલા, કથિત રીતે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ અથવા એન્ટિટીને નોટિસ પાઠવશે. આ પછી, સંબંધિત સંસ્થાએ તેના પર શા માટે દંડ ન લગાવવો જોઈએ તેના કારણો આપવા પડશે. અધિકારીને હકીકતો અને સંજોગોથી પરિચિત કોઈપણ વ્યક્તિને બોલાવવાનો અને હાજરી આપવાનો અધિકાર રહેશે.
અધિકારી દ્વારા લેવામાં આવેલી કોઈ પણ પેનલ્ટીની એમાઉન્ટ UIDAI ફંડમાં જમા કરવામાં આવશે. જો પેમેન્ટ નહીં કરવામાં આવે તો ભૂ-રાજસ્વ નિયમો હેઠળ તેની વસુલી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
માર્કેટમાં હાહાકાર.. / 6000000000000 રૂપિયાનો ધુમાડો! શેર બજારમાં મહાક્રેશ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.