UIDAIએ ટ્વિટ કરીને કહ્યું છે કે હવે લોકો આઘાર કાર્ડ ન હોય તો પણ અનેક ઓપ્શન્સનો ઉપયોગ કરીને જરૂરી કામને પૂરું કરી શકે છે.
UIDAIનું મોટું અપડેટ
આધાર કાર્ડ વિના જ કરી શકાશે આ તમામ કામ
યૂઝર્સ આ તમામ ઓપ્શનન્સની લઈ શકશે મદદ
આધાર કાર્ડ આજે એક ખાસ ડોક્યુમેન્ટ બની ગયું છે. તેના વિના કોઈ પણ ડોક્યુમેન્ટ કે સરકારી કે પ્રાઈવેટ કામ મુશ્કેલ બન્યું છે. બેંકિંગથી લઈને ટિકિટ બક કરાવવા માટે પણ આધાર કાર્ડ જરૂરી રહે છે. આધારના કારણે લોકો જાગરુક બન્યા છે. તેના વિના કોઈ કામ અટકે નહીં તે માટે UIDAIએ નિયમોમાં ફેરફાર કર્યો છે અને તેની જાણકારી ટ્વિટ કરીને આપી છે. હવે લોકો આધાર કાર્ડ ન હોય તેવી સ્થિતિમાં આ ઓપ્શન્સની મદદથી જરૂરી કામ પૂરા કરી શકશે.
આ ડોક્યુમેન્ટને પણ કરી શકાય છે યૂઝ
ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ એટલે કે UIDAIના અનુસાર તમારી પાસે આધાર લેટર (Aadhaar Letter), ઈ આધાર (eAadhaar) કે એમ આધાર (mAadhaar) કે આધાર પીવીસી કાર્ડ છે તો તે માન્ય અને સ્વીકાર્ય છે. તેને તમે આધારની જેમ યૂઝ કરી શકો છો.
જાણો ઉપરના તમામ ડોક્યમેન્ટ સંબંધી ખાસ વાતો
આધાર લેટર
આ કોઈ સામાન્ય કાગળ પર આધારને ડાઉનલોડ કરાયું છે તો પણ તે માન્ય રહેશે. કોઈ વ્યક્તિની પાસે એક કાગળ પર આધાર કાર્ડ છે અને તેણે આધાર કાર્ડને લેમિનેટ કરાવવાના કે રૂપિયા આપિને કથિત સ્માર્ટ કાર્ડ હોવું અનિવાર્ય નથી.
ફ્રીમાં ડાઉનલોડ કરી લો આધાર કાર્ડ
જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તો તમે તમારા આધાર કાર્ડને કોઈ પણ ચાર્જ વિના https://eaadhaar।uidai।gov।in થી ડાઉનલોડ કરી શકો છો. આ માટે પ્લાસ્ટિક કે પીવીસી પર છાપવાની જરૂર રહેતી નથી.
એમ આધાર
આ આધારનો એક અધિકારિક એપ છે. તેની મદદથી તમે તમારા આધારને સેફ રાખી શકો છો. જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે એમ આધારને પણ યૂઝ કરીને પોતાનું કામ કરી શકો છો. આ એપની સાથે તમને આધાર સાથે જોડાયેલી 35થી વધારે સેવાઓ પણ મળે છે.