બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ના હોય! હવેથી આર્ટ્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પણ કરી શકશે BTech-B.Sc, UGCનો મોટો નિર્ણય
Last Updated: 12:18 PM, 6 December 2024
University Grants Commission એટલે કે UGC એ એક મોટો નિર્ણય લીધો છે જેમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશનને લઈને નવા નિયમો તૈયાર કર્યા છે જેમાં હાલ 12માં ધોરણમાં આર્ટસ વિભાગમાં અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી પણ B.Tech કે B.Sc. કરી શકશે.
ADVERTISEMENT
આ રહેશે શરતો
ADVERTISEMENT
જે વિદ્યાર્થી જે વિષયમાં કે કોર્સમાં એડમિશન લેવા માંગતો હોય તેણે તે એડમિશન માટે જરૂરી નેશનલ એન્ટ્રન્સ કે પછી યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષામાં પાસ થનાર 12 આર્ટસ વિભાગનો વિદ્યાર્થી પણ તેના કોઈપણ પસંદગીના વિષયમાં ડિગ્રી મેળવી શકશે.
UGCનો નવો નિયમ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) ની ભલામણથી એજ્યુકેશનને વધુ સરળ બનાવવા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશનને લઈને નવા નિયમો તૈયાર કર્યા છે. જેમાં હવે સાયન્સ શાખાનો વિદ્યાર્થી આર્ટસ/કોમર્સ કે કોમર્સનો વિદ્યાર્થી ગમે તે શાખામાં કોઈ પણ યુજી કોર્સમાં એડમિશન લઈ શકશે જે આ પહેલા નહોતું મળતું.
વધુ વાંચો: કારનો રંગ બદલાવતા પહેલા જાણી લેજો આ નિયમ, નહીંતર મસમોટો દંડ ભરવા તૈયાર રહેજો!
વર્ષમાં 2 વાર થશે કોલેજમાં એડમિશન
યુજીસીના અધિકારીએ કહ્યું છે કે હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં વર્ષમાં 2 વાર એટલે કે જુલાઈ-ઓગસ્ટ અને બીજા સેશન એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમા એડમિશન પ્રક્રિયા હાથ ધરાશે. આ નિયમથી હવે 12 આર્ટસનો વિદ્યાર્થી પણ B.sc B.Tech કે પછી ફિઝિક્સ, બાયોલોજી કે મેથ્સમાં બેચલર અને માસ્ટર ડિગ્રી મેળવી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.