બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:11 PM, 13 January 2025
નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ સોમવારે જાહેરાત કરી કે મકરસંક્રાંતિ અને પોંગલ સહિત અન્ય તહેવારોના કારણે 15 જાન્યુઆરીએ થતી UGC-NET પરીક્ષા રોકવામાં આવી છે. PHDમાં એડમિશન, જુનિયર રિસર્ચ ફેલોશિપ(JRF) અને સહાયક પ્રોફેસરોના રૂપે નિયુક્તિ માટે પરીક્ષા 3 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ(CBT) મોડમાં 85 વિષયો માટે યોજવામાં આવી રહી છે.
ADVERTISEMENT
નવી તારીખ હજુ સુધી નથી જાહેર
ADVERTISEMENT
NTAના ડાયરેક્ટર રાજેશ કુમારે કહ્યું, 'NTAને પોંગલ અને મકરસંક્રાંતિ સહિત અન્ય તહેવારોના કારણે 15 જાન્યુઆરીને પરીક્ષા રોકવા માટે રીપ્રેઝન્ટેશન મળ્યું છે. ઉમેદવારોના હિતમાં આ પરીક્ષા રોકવામાં આવી છે અને બાદમાં એક નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.' તેમણે કહ્યું, '16 જાન્યુઆરીએ પરીક્ષા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર યોજવામાં આવશે.'
આ વિષયોની થવાની હતી પરીક્ષા
15 જાન્યુઆરીએ 17 વિષયો માટે પરીક્ષાનું આયોજન હતું, આમાં માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ, સંસ્કૃત, નેપાળી, કાયદો, જાપાનીઝ, મહિલા અભ્યાસ, મલયાલમ, ઉર્દૂ, કોંકણી, ગુનાશાસ્ત્ર, લોક સાહિત્ય, ઇલેક્ટ્રોનિક વિજ્ઞાન, પર્યાવરણીય વિજ્ઞાન અને ભારતીય જ્ઞાન પ્રણાલીનો સમાવેશ થાય છે.
ગત વર્ષે પણ UGC-NET પરીક્ષા રોકવામાં આવી હતી, કારણ કે શિક્ષા મંત્રાલયને સૂચના મળી હતી કે પરીક્ષામાં ગડબડ થઈ શકે છે. NTA એ કહ્યું છે કે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તે રિશેડ્યુઅલ વિશે અપડેટ માટે સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવી.
વધુ વાંચો:પ્રધાનમંત્રી મોદી નારાયણા ગામે પહોંચ્યા, લોહડી પ્રગટાવી ઉત્સવ ઉજવ્યો
કેવી રીતે ડાઉનલોડ કરવું પોતાનું એડમિટ કાર્ડ?
આધિકારિક વેબસાઇટ ugcnet.nta.ac.in પર લૉગ ઇન કરવું.
હોમ પેજ પર એડમિટ કાર્ડ લિન્ક શોધવી અને તેના પર ક્લિક કરવું.
પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ જેવી ડિટેલ ભરવી અને સબમિટ બટન પર ક્લિક કરવું.
સ્ક્રિન દેખાતા એડમિટ કાર્ડ ચેક કરવું અને ડાઉનલોડ કરવું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.