યુગાન્ડાની સરકારે તાજેતરમાં જ એક કાયદો પાસ કર્યો છે જે અનુસાર યુગાંડામાં લોકોને સોશિયલ મીડિયાના ઉપયોગની બદલે અલગથી ટેક્સ ચુકવવો પડશે. આ વિવાદાસ્પદ કાયદો લાગૂ થતા જ યુગાન્ડાના નાગરિકો facebook whatsapp viber અને twitter જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે દરરોજ હિસાબથી ચુકવણી કરવી પડશે. આ ટેક્સ લાગૂ કરવા પાછળ યુગાન્ડાની સરકારે જણાવ્યું કે લોકો સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવે છે અને એને સાચુ માની લે છે. ટેક્સ લગાવ્યા બાદ લોકો એનાથી દૂર રહેશે.
હવે વાત કરીએ ટેક્સની રકમની. યુગાન્ડા નાગરિકોને સોશિયલ મીડિયા ચલાવવા માટે દરરોજ 200 યુગાન્ડા સિલિંગ એટલે કે આશરે 3 રૂપિયા અને 50 પૈસાનો ટેક્સ ચુકવવો પડશે. હાલમાં આ કાયદો પાસ થઇ ગયો છે અને 1 જુલાઇ 2018થી લાગૂ થાય એવી શક્યતા છે. જો કે આ વાતમાં હજુ શંકા છેકે આ ટેક્સ નાગરિકો પર લાગૂ થશે કે નહીં.
સોશિયલ મીડિયા ટેક્સ પર યુગાન્ડાના રાષ્ટ્રપતિ Yoweri Museveni એ કહ્યું કે સોશિયલ મીડિયા અફવાઓ ફેલાવવાનો મેન સોર્સ છે. આ કાયદા દ્વારા ગપશપ અને અફવાઓ પર રોક લાગશે. આ ઉપરાંત યુગાન્ડાની સરકાર નવી એક્સાઇઝ ડ્યૂટી બિલમાં ઘણા ટેક્સ જોડવાની છે જેમાં મોબાઇલ પર મની ટ્રાન્ઝેક્શન કરવા પર પણ ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલી રકમનો 1 ટકા ટેક્સ લાગશે.
યુગાન્ડા દુનિયામાં આવેલા ગરીબ દેશોમાં આવે છે અને દેશમાં 23.6 મિલિયન મોબાઇલ ફોન યૂઝર્સ છે જેમાંથી માત્ર 17 મિલિયન જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ દરેક ટેક્સ પર યુગાન્ડાના નાણા મંત્રી Matia Kasaijaનું કહેવું છે કે આ દરેક ટેક્સથી દેશનું દેવું ઓછું કરવામાં આવી શકે. આ ઉપરાંત સુરક્ષા અને વીજળી માટે પણ કામ કરવામાં આવશે. સાથે જ ટેક્સ લોકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી રોકશે નહીં.
ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2016માં સરકારે રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પણ દેશમાં સોશિયલ મીડિયાને પૂરી રીતે બંધ કરી દીધી હતી.