Uddhav Thackeray's big action against rebel ministers, accounts of 9 ministers handed over to other MLAs
મહારાષ્ટ્ર અપડેટ /
બળવાખોર મંત્રીઓ સામે ઉદ્ધવ ઠાકરેના મોટા એક્શન, 9 મંત્રીઓના ખાતા સોંપાયા અન્ય ધારાસભ્યોને
Team VTV01:50 PM, 27 Jun 22
| Updated: 01:51 PM, 27 Jun 22
ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર મંત્રીઓ સામે કડક કાર્યવાહી કરી છે. બળવાખોર મંત્રીઓનાં પોર્ટફોલિયો તેમની પાસેથી છીનવીને અન્ય ધારાસભ્યોને સોંપવામાં આવ્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર મંત્રીઓ સામે કડક કાર્યવાહી કરી
બળવાખોર મંત્રીઓનાં પોર્ટફોલિયો છીનવીને અન્ય ધારાસભ્યોને સોંપાયા
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું : સરકારના કામને અસર ન થવી જોઈએ
મહારાષ્ટ્ર સરકારનાં 9 બળવાખોર મંત્રીઓનાં પોર્ટફોલિયો બીજા મંત્રીઓને સોંપવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર મંત્રીઓ સામે કડક કાર્યવાહી કરી છે. બળવાખોર મંત્રીઓનાં પોર્ટફોલિયો તેમની પાસેથી છીનવીને અન્ય ધારાસભ્યોને સોંપવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકારના કામને અસર ન થવી જોઈએ. કુલ મળીને 9 બળવાખોર મંત્રીઓના પોર્ટફોલિયો અન્ય મંત્રીઓને સોંપવામાં આવ્યા છે.
એકનાથ શિંદેનો વિભાગ સુભાષ દેસાઈને સોંપવામાં આવ્યો
ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર મંત્રીઓ સામે કડક કાર્યવાહી કરી છે. તેમની પાસેથી મંત્રીઓ છીનવીને અન્ય ધારાસભ્યોને સોંપવામાં આવ્યા છે. જેમાં એકનાથ શિંદેનો વિભાગ સુભાષ દેસાઈને સોંપવામાં આવ્યો છે. ગુલાબ રાવ પાટીલનો પોર્ટફોલિયો અનિલવ પરબને આપવામાં આવ્યો છે.
Maharashtra CM Uddhav Thackeray reshuffles the departments of ministers so that the issues of public interest are not neglected or ignored: CMO
સીએમઓ વતી, એવું કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરબદલ કર્યો જેથી કરીને જાહેર હિતના મુદ્દાઓની ઉપેક્ષા અથવા અવગણના ન થાય.
Maharashtra portfolio reshuffle | Higher and Technical Education Department of Uday Samant reassigned to Aaditya Thackeray
નોંધનિય છે કે, ઉદ્ધવ જૂથ હજી પણ તે જ વાસ્તવિક બોસ છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ દાવાઓ સિવાય શિંદે જૂથ વધુ મજબૂત થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં એકનાથ શિંદેએ લખ્યું છે કે, મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન ગૃહમાં બહુમતી ગુમાવી ચૂક્યું છે કારણ કે, શિવસેના વિધાનમંડળ પક્ષના 38 સભ્યોએ તેમનો ટેકો પાછો ખેંચી લીધો હતો અને આ રીતે ગૃહમાં બહુમતી ઓછી થઈ ગઈ હતી.