બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'ઉદ્ધવ ઠાકરે સાથે વિશ્વાસઘાત થયો, સાચો હિંદુ દગો ન કરી શકે'- શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ
Last Updated: 08:39 PM, 15 July 2024
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સોમવારે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન 'માતોશ્રી' પહોંચ્યા હતા જ્યા્ં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું. ઠાકરે પરિવારે તેમની પાદુકાની પૂજા કરી હતી. ઉદ્ધવ પરિવારને મળ્યાં બાદ શંકરાચાર્યે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સાથે દગો થયો છે. મેં તેમને ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાના આશીર્વાદ આપ્યાં છે. આપણે બધા સનાતન ધર્મના અનુયાયી છીએ. ગૌહત્યા એ એક મોટું પાપ છે અને તેનાથી પણ મહા પાપ વિશ્વાસઘાત કહેવાય છે.
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરે સાથે દગો
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેજી સાથે દગો કરવામાં આવ્યો છે. આ પીડા ઘણા લોકોના મનમાં છે. આજે અમે તેમની વિનંતી પર અહીં આવ્યા અને તેમણે અમારું સ્વાગત કર્યું. અમે બધાએ તેમને કહ્યું કે જ્યાં સુધી તમે ફરીથી મહારાષ્ટ્રના સીએમ નહીં બનો ત્યાં સુધી અમારી પીડા દૂર નહીં થાય. દગો કરનાર હિંદુ ન હોઈ શકે, પરંતુ જે તેને સહન કરશે તે હિંદુ હશે. દગો કરનાર હિંદુ કેવી રીતે હોઈ શકે? સરકારને અધવચ્ચે તોડવી એ સારી વાત નથી.
ADVERTISEMENT
દિલ્હીમાં બીજું કેદારનાથ મંદિર ન બનાવી શકાય
શંકરાચાર્યએ કહ્યું કે અમારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ વિશ્વાસઘાતને અહીં પાપ ગણવામાં આવે છે. કોઈ નેતા આ વાત કહેશે નહીં. જ્યારે કેદારનાથ જેવું મંદિર દિલ્હીમાં બન્યું ત્યારે શંકરાચાર્યએ કહ્યું હતું કે તેની પ્રતિકૃતિ બનાવી શકાય નહીં. બારમા જ્યોતિર્લિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેદારનાથ ધામ દિલ્હીમાં બનશે તે કહેવું ખોટું છે. રાજનેતાઓ આપણા ધાર્મિક સ્થળે ઘુસી રહ્યા છે. આ ખોટું છે. કેદારનાથ ધામમાંથી 228 કિલો સોનાનું કૌભાંડ થયું છે. આ અંગે તપાસ કેમ થતી નથી?
કેદારનાથના સોના કૌભાંડની તપાસ કેમ નથી થતી?
અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે કેદારનાથમાં સોનાનું કૌભાંડ થયું છે, તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી? તેમણે પૂછ્યું, "ત્યાં કૌભાંડ થયા પછી હવે દિલ્હીમાં કેદારનાથનું નિર્માણ થશે. પછી કૌભાંડ થશે. અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કેદારનાથમાંથી 228 કિલો સોનું ગુમ થયું છે. આજ સુધી તેના પર કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી. આના માટે કોણ જવાબદાર છે? હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેદારનાથ દિલ્હીમાં જ બનશે, આવું ન થઈ શકે.
દિલ્હીમાં કેદારનાથની શું જરુર?
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ રવિવારે (14 જુલાઈ 2024) દિલ્હીમાં કેદારનાથ મંદિરના નિર્માણને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું હતું કે, રાજધાની દિલ્હીમાં કેદારનાથ ધામના નામે મંદિર બનાવવાની જરૂર કેમ છે. તેણે તેને કેદારનાથ ધામની ગરિમા અને મહત્વ ઘટાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
મોદી આવ્યાં તો આશીર્વાદ આપ્યાં
પીએમ મોદી પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે, "તેઓ મારી પાસે આવ્યા અને શપથ લીધા. અમારા નિયમો પ્રમાણે અમે તેમને આશીર્વાદ આપ્યા. નરેન્દ્ર મોદી અમારા દુશ્મન નથી. અમે તેમના શુભચિંતક છીએ, હંમેશા તેમનું કલ્યાણ ઈચ્છીએ છીએ પરંતુ જ્યારે તેઓ કોઈ ભૂલ કરે છે ત્યારે અમે તેની વિરૃદ્ધ બોલીએ છીએ. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ શનિવારે આયોજિત શુભ આશીર્વાદ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર પહોંચ્યા હતા. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પણ ત્યાં હાજર હતા. અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા બાદ પીએમ મોદી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પાસે ગયા અને તેમના આશીર્વાદ લીધા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.