Uddhav thackeray says he never wanted to be the cm
નિવેદન /
મારે તો મુખ્યમંત્રી બનવું જ નહોંતુ, આ દિગ્ગજ નેતાના નિવેદનથી રાજકારણ ગરમાયું
Team VTV12:17 PM, 06 Jun 21
| Updated: 02:59 PM, 06 Jun 21
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરેએ શનિવારે પોતાના રાજનૈતિક જીવન સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર ખુલાસાઓ કર્યા.
શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ ઈન્ટરવ્યૂ વખતે ખુલાસો કર્યો
ભાજપ શિવસેનાના તૂટેલા સંબંધો વિષે પણ ઉદ્ધવે પોતાનો મંતવ્ય જણાવ્યો
ઉદ્ધવ બોલ્યા- સોનિયા ગાંધી તેમને ઘણી વખત ફોન કરતા હતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પરોક્ષ રીતે નિશાન સાધતા કહ્યું કે, કોરોના મહામારી વખતે "સત્તાની લાલસા" સાથે કામ કરવાથી "અંધાધૂંધી" ઉત્પન્ન થાય છે. તેમણે કહ્યું કે જીવન બચાવવું હાલ સૌથી વધુ મહત્વપૂર્ણ કામ છે. ઠાકરેએ એક એનલાઈન ચર્ચામાં ભાગ લેતી વખતે કહ્યું કે લોકો તેમને માફ નહીં કરે જો તેમણે એ વાત સ્પષ્ટ ન કરી કે તેમને સત્તા કેમ જોઈએ છે.
સત્તાની લાલસામાં આ શું કરી દીધું
તેમણે જણાવ્યું કે જે મને વોટ આપનાર લોકો કોરોના મહામારીમાંથી બચી ન શકે તો સત્તાનો શું ફાયદો. તેમણે વિપક્ષિ દળનું નામ લીધા વગર કહ્યું- કોવિડ-19ની વચ્ચે સત્તાની લાલસામાં કામ કરવાતી અંધાધૂંધી ઉત્પન્ન થાય છે. ઠાકરે કહ્યું કે મુખ્યમંત્રી બનવુ તેમનું લક્ષ્ય હતું જ નહીં અને શિવસેનાના સ્થાપક સ્વર્ગીય બાલ ઠાકરેને શિવસેના કાર્યકરને મુખ્યમંત્રી બનાવવાનું તેમનું વચન હજી પૂરું થયું નથી.
મારે તો સીએમ બનવું જ ન હતું
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ મોટો ખુલાસો કર્યો છે. તેઓએ કહ્યું કે મારે સીએમ બનવાની લાલસા ક્યારેય ન હતી અને હું ક્યારેય સીએમ બનવા ન હતો માગતો. સત્તાની લાલસા સાથે કામ કરવાથી જ અરાજકતા ઉભી થાય છે. અને મારા માટે લોકોના જીવન બચાવવા એજ સૌથી મહત્વપૂર્ણ કામ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો લોકોના જીવ ન બચાવી શકીએ તો સત્તા શું કામની? ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પિતાની મદદ કરવા માટે હું રાજકારણમાં આવ્યો હતો. અને બાળા સાહેબને આપેલું વચન પણ હજુ પૂર્ણ નથી થયું. શિવસેનાના એક કાર્યકર્તાને મુખ્યમંત્રી બનાવાનું સ્વપ્ન છે.