બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / '300 વર્ષ પહેલાં જીવી ગયેલો માણસ'...ઉદ્ધવ ઠાકરેએ ઔરંગઝેબ કબર વિવાદમાં ઝૂકાવ્યું, વચમાં લીધું દાહોદ
Last Updated: 09:00 PM, 18 March 2025
મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર હટાવાના મામલે ચાલી રહેલા વિવાદમાં હવે શિવસેના (યુબીટી) પ્રેસિડન્ટ ઉદ્ધવ ઠાકરેએ ઝુકાવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આજથી 300 વર્ષ પહેલા મરેલા રાજાનો મામલો ઉખેળવો કેટલો વાજબી છે. તેમણે કટાક્ષમાં એવું પણ કહ્યું કે જો ઔરંગઝેબની કબર હટાવવી હોય તો ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારને બોલાવો. તેમણે કટાક્ષમાં એટલા માટે કહ્યું કે નાયડુના આંધ્રમાં અને નીતિશના બિહારમાં મુસ્લિમોની મોટી વસતી છે અને તે તેમની વોટબેન્ક પણ છે.
ADVERTISEMENT
#WATCH | Mumbai: On Nagpur violence, Shiv Sena (UBT) chief Uddhav Thackeray says, "I am not the Chief Minister, nor am I the Home Minister, ask the Chief Minister who is behind this (violence). Because the RSS headquarters is there. There is a double-engine government here; if… pic.twitter.com/VUTg58l7E9
— ANI (@ANI) March 18, 2025
ગુજરાતમાં થયો હતો ઔરંગઝબેનો જન્મ-ઉદ્ધવ ઠાકરે
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ એવું પણ કહ્યું કે ઔરંગઝબેનો જન્મ ગુજરાતના દાહોદમાં 1618ની સાલમાં થયો હતો અને 1707માં મહારાષ્ટ્રના ભિંગરમાં અવસાન થયું હતું.
VIDEO | On Nagpur violence, Shiv Sena (UBT) leader Aaditya Thackeray (@AUThackeray) says, "The BJP is shameless about it when it happened in the hometown of the CM. Sadly, when the BJP cannot govern, they resort to violence, riots, this is their set formula in every state, if you… pic.twitter.com/Jo9uFn24va
— Press Trust of India (@PTI_News) March 18, 2025
નાગપુરમાં કોમી છમકલું
મુઘલ બાદશાહ ઔરંગઝેબની છત્રપતિ સંભાજી નગરમાં આવેલી કબર પર વિવાદ વકરી રહ્યો છે. ગઈ કાલે આ મામલે નાગપુરમાં હિંસા થઈ હતી જે પછી વિશ્વ હિંદુ પરિષદે એક મોટું એલાન કર્યું છે. વિહીપ દ્વારા એવું જણાવાયું કે તેઓ કોઈ પણ ભોગે ઔરંગઝેબની કબર ઉખાડીને જ રહેશે. વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે તેમાં ભાગ લેનારાઓના ઘર તોડી પાડવામાં આવે અને આપણા હિન્દુ ભાઈઓને થયેલા નુકસાનની વસૂલાત તે બધા તોફાનીઓ પાસેથી કરવામાં આવે. અમે સરકારને કહ્યું છે કે અમે આ કબર ખોદીશું. આ લોકો બંધારણમાં માનતા નથી, બધા જેહાદી છે. આ હિંસા હિન્દુ સમાજને ડરાવવા અને ડરાવવા માટે થઈ છે. આ એ લોકો છે જે ઔરંગઝેબને પોતાનો આદર્શ માને છે. હવે હિન્દુ સમાજે આ જેહાદીઓ સામે રસ્તા પર ઉતરવું પડશે.
ઔરંગઝેબની કબરનો મામલો વિસ્ફોટક બન્યો
ઔરંગઝેબની કબર હટાવાના મામલાએ હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. નાગપુરના મહાલ એરિયામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ઔરંગઝેબની કબર હટાવવા માટે આ સ્થળે પ્રદર્શન કર્યું હતું. ઔરંગઝેબની પ્રતીકાત્મક પ્રતિમા બાળ મૂકી હતી જે પછી સાંજે શિવાજી ચોક પાસે ચિટનીસ પાર્ક વિસ્તારમાં પથ્થરમારો થયો અને કેટલાક વાહનો સળગાવી મૂકાયા હતા. મુસ્લિમ યુવાનો શિવાજી ચોક પાસે પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. બપોરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલા પ્રદર્શનથી તેઓ ગુસ્સે હતા. સૂત્રોચ્ચાર શરૂ થતાં જ વિસ્તારના હિન્દુ જૂથના યુવાનોએ પણ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. આ પછી પોલીસને બોલાવવામાં આવી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સૂત્રોચ્ચાર કરતા બે જૂથોને અલગ કર્યા. બધાને શિવાજી ચોકથી ચિટનીસ પાર્ક તરફ પાછા હાંકી કાઢવામાં આવ્યા. પ્રતિકાત્મક કબર સળગાવા દરમિયાન એક ચાદર માટે પણ બન્ને પક્ષ વચ્ચે વાંધો પડ્યો. મુસ્લિમ સમુદાયે એવું કહ્યું કે ચાદર પર ધાર્મિક વસ્તુઓ લખેલી હતી, જેનાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી હતી. આ કારણે, નાગપુરના મહલ વિસ્તારમાં શિવાજીની પ્રતિમા સામે મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું. ચિટનીસ પાર્કની પેલે પાર ભાલદારપુરા વિસ્તારમાંથી પોલીસ પર મોટી સંખ્યામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે બળપ્રયોગ કરીને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. પોલીસ તરફ મોટા પથ્થરો ફેંકાઈ રહ્યા હોવાથી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. પથ્થરમારામાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને આ પરિસ્થિતિમાં વહીવટને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી હતી.
શું છે વિવાદ
બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનોએ સોમવારે રાજ્ય સરકારને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું જેમાં છત્રપતિ સંભાજી નગરમાં આવેલી ઔરંગઝેબની કબરને હટાવાની માગ કરાઈ હતી. આ સંગઠનોએ માંગણી પૂર્ણ ન થાય તો 'કારસેવા' અને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી છે. મરાઠા રાજાના વંશજ ભાજપના સતારાના સાંસદ ઉદયનરાજે ભોંસલેએ પણ ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
NCERT books Controversy / એવું તે શું થયું કે NCERTના પુસ્તકો પર છંછેડાયો વિવાદનો મધપૂડો? જાણો વિગત
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.