Uddhav Thackeray made it clear that if the rebels did not return within the stipulated time, the battle would be over.
ગર્ભિત ચીમકી ! /
24 કલાક આપું છું, પાછા આવ્યા તો ઠીક નહીંતર...: ઉદ્ધવ ઠાકરેએ 'શિંદેની સેના'ને આપ્યું અલ્ટિમેટમ
Team VTV02:58 PM, 24 Jun 22
| Updated: 03:05 PM, 24 Jun 22
ગઈકાલે યોજાયેલી વરિષ્ઠ નેતાઓ સાથેની વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું કે જો નિર્ધારિત સમયમાં બળવાખોરો પાછા નહીં ફરે તો આ લડાઈ આર-પારની હશે.
CM ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર MLAને અલ્ટીમેટમ આપ્યું છે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો બળવાખોરો પાછા નહીં ફરે તો લડાઈ ટક્કરની હશે
એકનાથ શિંદેએ દાવો કર્યો તેમની સાથે આખો પક્ષ ઉભો છે
CM ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર MLAને અલ્ટીમેટમ આપ્યું છે
મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ વચ્ચે હવે શિવસેના પ્રમુખ અને CM ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર MLAને અલ્ટીમેટમ આપ્યું છે. ઠાકરેએ બળવાખોર MLAને 24 કલાકનો સમય આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ તેમના નજીકના વરિષ્ઠ નેતાઓ સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે બળવાખોર MLAએ પાસે 24 કલાક છે જો તેઓ પાછા આવશે, નહીં તો તેમની સાથે કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવશે નહીં.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો બળવાખોરો પાછા નહીં ફરે તો લડાઈ ટક્કરની હશે
ગઈકાલે યોજાયેલી વરિષ્ઠ નેતાઓ સાથેની વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું કે, જો નિર્ધારિત સમયમાં બળવાખોરો પાછા નહીં ફરે તો આ લડાઈ આર-પારની હશે. આ દરમિયાન તેણે કહ્યું કે, અમે હાર માનવાના નથી. તેમણે તમામ શાખાના વડાઓને પોતપોતાના વિસ્તારોમાં બેઠકો યોજવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે જો પાર્ટીના નેતા ઈચ્છે તો તેઓ રાજીનામું આપી શકે છે અને પાર્ટીનું પદ છોડવા માટે તૈયાર છે. પરંતુ આ માટે નેતાઓએ તેમની સામે આવીને આ કહેવું પડશે.
શિવસેનાના નેતાઓની મહત્વની બેઠક
રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ હવે મહત્વની બેઠક બોલાવી છે. શિવસેના મુખ્યાલયમાં યોજાનારી આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે પોતે હાજર રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પાર્ટીના તમામ મોટા નેતાઓ અને પદાધિકારીઓ સામેલ થઈ રહ્યા છે. આ બેઠક બાદ ફરી એકવાર શિવસેના તરફથી બળવાખોરોને મોટો સંદેશ આપવામાં આવી શકે છે.
એકનાથ શિંદેએ તાકાત બાતાવી
તમને જણાવી દઈએ કે, શિવસેનાના તમામ ધારાસભ્યો બળવાખોર નેતા એકનાથ શિંદે સાથે જઈ રહ્યા છે. તમામ બળવાખોરો ગુવાહાટીની એક હોટલમાં હાજર છે. શિંદેનો દાવો છે કે તેમની સાથે 50થી વધુ ધારાસભ્યો છે. જેમાં લગભગ 40 ધારાસભ્યો શિવસેનાના છે. આ સાથે 12 અપક્ષ ધારાસભ્યો પણ હાજર છે.શિંદેના દાવા બાદ સરકારનું પતન લગભગ નિશ્ચિત છે, પરંતુ શિવસેનાના અસ્તિત્વ પર જ સવાલ ઊભો થયો છે. શિંદે એવો પણ દાવો કરી રહ્યા છે કે આખો પક્ષ તેમની સાથે ઉભો છે. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર આવે છે તે જોવું રસપ્રદ રહેશે.