Uddhav said - competition is good, but the threat will not work
ગર્જના /
CM યોગીના મુંબઇ પ્રવાસ પર ઠાકરે ભડક્યાં, કહ્યું દમ હોય તો કરી બતાવો, કોમ્પિટિશન સારી વાત ધમકી નહીં ચાલે
Team VTV12:57 PM, 02 Dec 20
| Updated: 01:03 PM, 02 Dec 20
નોઇડા ફિલ્મ સિટીને લઇને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સામ સામે આવી ગયા છે. યોગી આજે મુંબઇના પ્રવાસ પર છે જ્યાં તે ફિલ્મ સીટીના ઇનવેસ્ટર સાથે બેઠક કરશે. યુપીમાં ફિલ્મ સીટી બનવાની વાતને લઇને ઉદ્ધવ નારાજ છે અને તેમણે કહ્યું કે તે ફિલ્મ સીટી નહી બનવા દે.
ઉદ્વવ ઠાકરેના નિશાને યોગી આદિત્યનાથ
મનસેએ મરાઠીમાં લગાવ્યા પોસ્ટર
યોગીજી કરશે આજે ઇનવેસ્ટર સાથે મિટીંગ
ગઇ કાલે ઇન્ડિયન મર્ચન્ટ ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સમાં વાત કરતી વખતે ઉદ્ધવે કહ્યું તે મહારાષ્ટ્ર મેગ્નેટિક રાજ્ય છે. ઉદ્યોગપતિઓમાં આજે પણ મહારાષ્ટ્રનું આકર્ષણ છે. રાજ્યનો કોઇ પણ ઉદ્યોગ રાજ્યની બહાર નહી જાય બીજા રાજ્યોના ઉદ્યોગોને મહારાષ્ટ્રમાં લાવવામાં આવશે. રાજ્યના ઉદ્યોગ રાજ્યમાં જ રહેશે.
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતુ કે આ સારી કોમ્પીટીશન છે પરંતુ બૂમ બરાડા પાડીને કે ધમકાવીને બિઝનેસ લઇ જવો પડશે તો હું નહી લઇ જવા દઉં. આજે પણ કેટલાક લોકો તમને મળવા આવશે અને કહેશે કે અમારા ત્યાં આવી જાઓ. યોગી આદિત્યનાથનું નામ લીધા વગર જ ઠાકરેએ કહ્યું હતુ કે, દમ હોય તો અહીંના ઉદ્યોગ બહાર લઇ જઇને બતાવે.
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, મેં જોયુ છે કે યોગીજી મુંબઇમાં કોઇ 5 સ્ટાર હોટલમાં અક્ષય કુમાર સાથે બેઠા છે અને અક્ષયજી કેરીનો ટોપલો લઇને ગયા હશે. મુંબઇ ફિલ્મ સિટીને લઇ જવાની જો કોઇ વાત કરે છે તો જોઇ લો નોઇડા ફિલ્મ સિટીની શું હાલત છે.
યોગી આદિત્યનાથ જે હોટલમાં રોકાયા છે તેની બહા મનસેએ મરાઠીમાં પોસ્ટર લગાવ્યા છે અને તે પોસ્ટરમાં નોઇડા સ્થિત ફિલ્મ સિટીને લઇને નિશાનો સાધવામાં આવ્યો છે. મનસેએ યોગી આદિત્યનાથનું નામ લીધા વગર તેમને ઠગ કહી દીધા.
મનસેએ તેમના પોસ્ટરમાં લખ્યું છે કે દાદાસાહેબ ફાળકે દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ સીટીને યુપી લઇ જવાની વાત મુંગેરી લાલના સપના છે. પોસ્ટરમાં તે પણ લખ્યુ છે કે ક્યાં રાજા ભોજ ક્યાં ગંગૂ તેલી. તેનો સંબંધ રાજ્યો સાથે હતો કે ક્યાં મહારાષ્ટ્રનો વૈભવ અને ક્યાં યુપીની દરિદ્રતા. અસફળ રાજ્યની બેરોજગારીને છુપાવવા માટે મુંબઇના ઉદ્યોગને યુપી લઇ જવા આવ્યો છે આ ઠગ.