udaipur congress chintan shibir party fund rahul gandhi priyanka gandhi
ચિંતન શિબિર /
'કોંગ્રેસને ચલાવવા માટે નથી પૈસા, કૉર્પોરેટ પણ નથી કરી રહ્યા ફંડિંગ', પાર્ટી નેતાઓએ વ્યક્ત કરી ચિંતા
Team VTV11:35 PM, 14 May 22
| Updated: 11:35 PM, 14 May 22
એક તરફ વિધાનસભાઓની અને લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે.
કોંગ્રેસની ચિંતન શિબિરમાં મહત્વપુર્ણ ચર્ચા
અધ્યક્ષ બનાવવા માટે નથી થઇ રહી શિબિર
પાર્ટી ચલાવવા માટે પૈસા નથી, કૉરપોરેટ ફંડ નથી આપતા: ડેલિગેટ્સ
ઉદયપુરમાં ચાલી રહેલી ચિંતન શિબિરમાં સામેલ નેતાઓમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે, પાર્ટી ચલાવવા માટે પૈસા નથી. કૉરપોરેટ ફંડ નથી આપતા. પાર્ટીના કાર્યક્રમો માટે પૈસા નથી મળી રહ્યા. તેમનું કહેવું છે કે શિબિરમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર વાત નથી થઇ રહી. પાર્ટી અધ્યક્ષને લઇને પણ સ્થિતિ સ્પષ્ટ નથી થઇ રહી. નેતાઓમાં અધ્યક્ષને લઇને અલગ અલગ મંતવ્ય જોવા મળી રહ્યા છે.
અધ્યક્ષ બનાવવા માટે નથી થઇ રહી શિબિર
ડેલિગેટ્સે કહ્યું કે, કોંગ્રેસના અધ્યક્ષ નક્કી ન થવાથી નુકસાન થયું છે. પૉલિટિકલ કમિટીમાં સામેલ આચાર્ય પ્રમોદ કૃષ્ણન જ્યારે બોલ્યા કે એક ડેલિગેટે કહ્યું કે, રાહુલ ગાંધી અધ્યક્ષ નથી બનવા ઇચ્છતા તો પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવી દો. જ્યારે તેમણે આ વાત કહી તો પ્રિયંકા અને સોનિયા ગાંધી બન્ને હાજર હતા એટલા માટે તેમને ચૂપ કરાવતા એમ કહેવામાં આવ્યું કે મીટિંગ અધ્યક્ષ બનાવવા માટે નથી થઇ રહી.
કેટલાક નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન ન કરવું જોઈએ. તેનાથી ઉત્તરપ્રદેશ-બિહાર જેવા રાજ્યોમાં નુકસાન થયું અને પાર્ટીનું સંગઠન ખતમ થઇ જશે. આ સિવાય શિબિરમાં સામેલ નેતાઓને કહેવામાં આવ્યું છે કે જૂની ભૂલો ગણાવ્યા વગર પેનલમાં ભવિષ્યની વાત કરો.
કોંગ્રેસની પાસે ઓફિસ પણ નથી
શિબિરમાં કહેવામાં આવ્યું કે RSSના મુકાબલા માટે આ પ્રકારના સામાજિક સંગઠન બને જેના દ્વારા કોંગ્રેસના લોકોને ઘરો સુધી પહોંચવા અને લોકોને કામ આવે. ડેલિગેટ્સનું કહેવું છે કે, RSSની પાસે કોલેજ, હોસ્પિટલ બધુ છે અને કોંગ્રેસની પાસે ઓફિસ પણ નથી. ત્યારે કાર્યકર્તાઓને લઇને શિબિરમાં વાત નથી થઇ રહી. જિલ્લા અને પંચાયત સમિતિ પર કોઈ ચિંતન નથી થઇ રહ્યું.
પાર્ટી કાર્યક્રમમાં નથી આવતા ધારાસભ્ય-સાંસદ
ડેલિગેટ્સે કહ્યું કે, મનરેગા અને કિસાન સંઘ જેવા સંગઠનને પણ આપણે અપનાવી નથી શક્યા, જ્યારે ભાજપ યૂપીએની સ્કીમની સફળતાનો શ્રેય લઇ રહ્યો છે. પાર્ટીના કાર્યક્રમમાં ધારાસભ્ય અને સાંસદ નથી આવી રહ્યા.