સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરના નિર્માણમાં લોખંડ અથવા તેનાથી બનાવેલ કોઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તેનું નિર્માણ ભારતના પરંપરાગત મંદિર સ્થાપત્ય હેઠળ કરવામાં આવશે.
મંદિર સમિતિના અધિકારીઓએ આ માહિતી આપી છે. ગુરુવારે મંદિરના શિલાન્યાસના બે વર્ષ બાદ તેના પાયામાં ફ્લાય એશ કોંક્રિટ ભરવાનું કામ પૂર્ણ થયું હતું. આ સમય દરમિયાન મંદિરના સ્થળે મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Source : Mandir.ae
મંદિર સમિતિના પ્રવક્તા અશોક કોટેચાએ "ગલ્ફ ન્યૂઝ" ને જણાવ્યું હતું કે સામાન્ય રીતે મકાનના પાયામાં કોંક્રિટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતના પરંપરાગત મંદિર સ્થાપત્ય અનુસાર આ મંદિરના નિર્માણમાં સ્ટીલ અથવા તેમાંથી બનાવેલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે નહિ. તેમણે કહ્યું હતું કે પાયાને મજબૂત બનાવવા માટે ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Source : Mandir.ae
2018 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના દુબઇના ઓપેરા હાઉસથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન (BAPS) મંદિર માટે શિલાન્યાસ કર્યો હતો. યુએઈમાં ભારતીય મૂળના 30 લાખથી વધુ લોકો છે. આ મંદિર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જશે.