બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ચીલાચાલુ Type C કેબલથી ફોન ચાર્જ કરનારા ચેતજો, આ ભૂલથી બગડી જશે ફોન
Last Updated: 07:22 PM, 3 August 2024
આજે આપણે સૌ આધુનિક સમયમાં જીવીએ છીએ, જેમાં સ્માર્ટફોન જીવન જરૂરી વસ્તુ બની છે. જ્યારે હાલ નવા સ્માર્ટફોન લોન્ચ થાય છે, જે ફાસ્ટ ચાર્જિંગ માટે USB Type C કેબલ આપે છે. પણ તમને તો ખબર જ હશે કે કોઈ પણ વસ્તુના એકલા ફાયદા હોતા નથી, સાથે નુકસાન બોનસ રૂપે આવે છે. USB Type C કેબલના પણ નુકસાન છે. જે તમારા ફોનને ખરાબ કરે છે. હવે તમને પ્રશ્ન થશે કે કેબલથી કઈ રીતે ફોન ખરાબ થાય?
ADVERTISEMENT
જો તમે કંપની દ્વારા મળેલ Type C કેબલ વાપરો છો, તો તમારો ફોન સુરક્ષિત છે. પણ તમારા ફોન સાથે મળેલ કેબલ ખરાબ થયા પછી નવો કેબલ લેતા સમયે થોડા પૈસા બચાવા માટે બજારમાંથી ચાલુ Type C કેબલ ખરીદતા હોઈએ. જે ફોનને નુકસાન કરે છે.
ADVERTISEMENT
અત્યારે ફોન ખરાબ થાય એટલે મુશ્કેલી વધી જાય છે, જેથી ફોન રીપેર કરાવવામાં મોટો ખર્ચ આવે છે. તો ચાલો આ આર્ટિકલમાં જાણીએ કે USB Type C કેબલથી કઈ રીતે ફોનને નુકસાન થાય છે, અને નુકસાનથી બચવા માટે શું કરવું?
ફોનને અલગ અલગ ચાલુ કંપનીના કેબલથી ચાર્જ કરવાથી ચાર્જિંગ પોર્ટ ખરાબ થાય છે. જ્યારે લોકો ફોનેને ચાર્જિંગમાંથી નીકળતા સમયે જોરથી ખેંચતા હોય છે, જેથી ચાર્જિંગ પોર્ટ ઢીલો થાય છે અને ખરાબ પણ થઈ શકે છે.
બજારમાંથી ખરીદેલા ચાલુ કંપનીના કેબલથી ચાર્જ કરવાથી શૉટ સર્કિટ થાય છે, જેથી તમારા ફોનની બેટરી કે બીજો કોઈ પાર્ટ ખરાબ થઈ શકે છે.
બજારમાંથી લીધેલ અમુક કેબલ ખરાબ ક્વોલિટીના હોવાથી વધારે કરંટ લેતા હોય છે, જેના કારણે ઓવરહીટિંગની સમસ્યા જોવા મળે છે. ઓવરહીટિંગની સીધી જ અસર તમારા ફોનની બેટરી હેલ્થ પર પડે છે.
ફોન સાથે મળેલો કેબલ ખરાબ થાય છે તો લોકલ માર્કેટ કરતાં કંપનીના સર્વિસ સેન્ટરથી કેબલ ખરીદવો. ઓરિજિનલ કેબલ વાપરવાથી નુક્સાન થવાની શક્યતાઓ નહિવત થઈ જાય છે.
વધુ વાંચો: એપલ લવરની આતૂરતાનો અંત! iPhone 16ની ડમી ડિઝાઇન વાયરલ, પાંચ કલરમાં લોન્ચની તૈયારી
ફોનને ચાર્જિંગમાંથી શાંતિથી અને ધીરેથી કાઢવો. એટલે કે વાયરને ધીરે રહીને રીમૂવ કરવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.