type 2 diabetes blood sugar lowering leaves fenugreek curry mango neem
હેલ્થ ટીપ્સ /
ડાયાબિટીસના દર્દીઓ માટે સંજીવની સમાન છે આ 4 પાન, ચાવીને ખાવાથી કંટ્રોલમાં આવી જશે બ્લડ શુગર લેવલ
Team VTV12:07 PM, 08 Dec 22
| Updated: 12:20 PM, 08 Dec 22
ડાયાબિટીસ એક ખૂબ જટિલ બિમારી છે, આ એક વખત કોઈ માણસને થાય તો આખુ જીવન તેની સાથે જીવવુ પડે છે. કારણકે વિશ્વભરના મોટા-મોટા વૈજ્ઞાનિકો પણ તેની કોઈ ખાસ સારવાર શોધી શક્યા નથી. એવામાં તમારી પાસે માત્ર ટાળવાનુ ઑપ્શન બચે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ 4 પાન
ચાવીને ખાવાથી કંટ્રોલમાં આવી જશે બ્લડ શુગર લેવલ
તો પછી ચિંતા ના કરો, અપનાવો આ ટીપ્સ
બ્લડ શુગર કંટ્રોલ કરનારા પાન
જે લોકો ડાયાબિટીસથી પીડિત છે, તેવા દર્દીઓએ પોતાની ડાયટનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ નહીંતર બ્લડ શુગર લેવલ વધી શકે છે. આવો જાણીએ છીએ કે તેના માટે શુ ખાઈ શકાય છે. જાણીતા ડાઈટીશિયને જણાવ્યું કે જો તમે થોડા પાનને ચાવીને ખાશો અથવા કોઈ અન્ય રીતે સેવન કરશો તો બ્લડ શુગર લેવલને ઘણી હદ સુઘી ઘટાડી શકાય છે. આવો જાણીએ કે આ પાન કયા-કયા છે.
મીઠો લીમડો
મીઠા લીમડાનો ઉપયોગ સામાન્ય રીતે સાઉથ ઈન્ડિયન ડિશમાં કરવામાં આવે છે, પરંતુ આ ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ વરદાનથી ઓછુ નથી. આ ઈન્સુલિન સેન્સિટિવિટી પર અસર કરે છે અને ડાયાબિટીસના દર્દીઓને ફાયદો પહોંચાડે છે.
મેથીના પાન
મેથીના પાનની મદદથી તમે પરોઠા જરૂર બનાવ્યા હશે. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે, ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફાયદાની તક છે. કારણકે તેનાથી બ્લડ શુગર લેવલને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
આંબાના પાન
કેરીનો સ્વાદ તમને અવશ્ય પોતાની તરફ ખેંચતો હશે. પરંતુ શુ તમે આ પાનનુ સેવન કર્યુ છે? કેરીના પાનમાં ફાઈબર, વિટામિન સી અને પેક્ટિનની ભરપૂર માત્રા હોય છે, જેનાથી શુગર કંટ્રોલ થાય છે. જો તમે ઈચ્છો તો તેને ચાવીને ખાઈ શકો છો. અથવા પછી પાનને પાણીમાં ઉકાળી લો અને પછી હુંફાળુ પાણી થયા બાદ તેને ગાળીને પી જાઓ.