બાઇક પર લગ્ન પ્રસંગમાં જઈ રહેલા બે યુવકો મોતને ભેટયા, અકસ્માતનું કારણ અકબંધ
લગ્નપ્રસંગમાં જઈ રહેલા બે યુવકના અકસ્માતે મૃત્યુ
રાધનપુરના મહેમદાવાદ-ભિલોટ રોડની ઘટના
પોલીસે કાર્યવાહી હાથ ધરી
ગુજરાતમાં રોડ અસ્કમાત સામાન્ય બની રહ્યા છે. જોત જોતામાં મોતની ટક્કરથી યુવાન જીદંગી ઓલવાઈ રહી છે. ત્યારે વધુ એક ગોઝારી ઘટના પાટણમાં બની છે.
બાઈક સવાર 2 યુવાનો મોતને ભેટયા
પાટણ રાધનપુરના મહેમદાવાદ-ભિલોટ માર્ગ પર અકસ્માત ભયવાહ અકસ્માત સર્જાયો છે. 2 યુવાનો બાઈક લઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા છે. અધવચ્ચે અકસ્માત રૂપી કાળ ભરખી જતાં 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. એક્સિડેન્ટ કેવી રીતે થયો તેનું પ્રાથમિક કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાની જાણ પિરવારના લોકોને કરવામાં આવતા અધ્ધર શ્વાસે તેઓ [પહોંચ્યા હતા. જ્યાં યુવાન વયના દિકરાઓ લોહી લુહાણ હાલતમાં જોતાં તેઓ કલ્પાંત કરવા લાગ્યા હતા.
પોલીસે કાર્યવાહી શરૂ કરી
અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા. અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર બનાવ અંગે પોલીસને પણ જાણ કરવાં આવતા દુર્ઘટના સ્થળે તાબડતોબ આવી પહોંચી હતી. બનાવ સ્થળે જ મૃત્યુ પામેલા 2 લોકોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડયા હતા. મૃતક બંનેના પરિવારમાં હાલ શોકનો માહોલ છે.
રોડ-રસ્તા વિષે આ નિયમ પણ જાણી લેવા જરુંરી
ક્યાં બનાવી શકાય બમ્પ?
સ્કૂલ-કોલેજ, ધાર્મિક સ્થળ નજીક બમ્પ મુકાય
ટોલ બૂથ, સાંકડો પુલ હોય ત્યાં બમ્પ મુકી શકાય
રહેણાંક વિસ્તાર માટે સ્પીડ બ્રેકર્સનો ઉપયોગ
શહેરી હદ બહાર, હાઈસ્પીડ રસ્તા પર સ્પીડ બ્રેકર્સની જરૂર નહીં
નાના રસ્તા મોટા રસ્તામાં ભલે તો સ્પીડ બ્રેકર મુકી શકાય
બમ્પનું માપ કેટલું હોવું જોઈએ?
સ્પીડ બ્રેકરની ઉંચાઈ 10 સેન્ટિમીટરથી વધુ ન હોવી જોઈએ
સ્પીડ બ્રેકરની પહોળાઈ 5 મીટર હોવી જરૂરી છે
બે બમ્પ વચ્ચેનું અંતર 100થી 120 મીટર હોવુ જોઈએ
વાહન ચાલકને આગળ બમ્પ છે એ ખ્યાલ આવે તે માટે સૂચક બોર્ડ જરૂરી