બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટડી નગરપાલિકાની ઘોર બેદરકારી, સેફ્ટી સાધનો વિના ગટર સફાઇ માટે ઉતરતા બે કામદારોના મોત
Last Updated: 10:05 PM, 21 January 2025
સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે 2 યુવકો મોતને ભેટ્યા હતા. જેમાં ગેસગળતરની ઘટનામાં 2 યુવકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાને લઇ મૃતકોના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે.
ADVERTISEMENT
ગુંગળાઇ જવાના કારણે મોત
મળતી માહિતી મુજબ જયેશ પાટડિયા અને ચિરાગ પાટડિયાનું મોત નીપજ્યું હતું. જેઓએ ગટર સફાઇ કરવા દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં તેઓના જીવ ગટરમાં ગુંગળાઇ જવાના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગટર કામ દરમિયાન બે કામદારોએ છેલ્લા શ્વાસ લીધા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપે છે 20 હજાર, આ લોકોને મળે છે સહાય
આ ઘટનાને લઇ પાટડીના લોકોમાં ભારે રોષ ફેલાયો છે, કારણ કે ગટર સાફ કરવા માટે કામદારોએ સેફ્ટી સાધનો વિના ગટર સફાઇ માટે ઉતર્યા હતા. ત્યારે આ બેદરકારીના કારણે તેઓેના જીવ જતા તંત્ર સામે લોકોએ લાલ આંખ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.