બુરખો પહેરેલી બે મહિલાઓ પંડાલમાં પ્રવેશી અને તોડફોડ કરવા લાગી અને પછી તેણે પંડાલમાં આગ લગાવી દીધી
હૈદરાબાદના ખૈરતાબાદમાં માં દુર્ગાની મૂર્તિની તોડફોડની ઘટના
બુરખો પહેરેલી બે મહિલાઓ પંડાલમાં પ્રવેશી તોડફોડ કરી
સ્થાનિક લોકોએ બંને મહિલાઓને પકડીને પોલીસને સોંપી
હૈદરાબાદના ખૈરતાબાદમાં મંગળવારે માં દુર્ગાની મૂર્તિની તોડફોડની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુરખો પહેરેલી બે મહિલાઓ પંડાલમાં પ્રવેશી અને તોડફોડ કરવા લાગી હતી. આ પછી તેણે પંડાલમાં આગ લગાવી દીધી. જે બાદમાં સ્થાનિક લોકોએ બંને મહિલાઓને પકડીને પોલીસને હવાલે કરી હતી.
હૈદરાબાદના સેન્ટ્રલ ઝોનના ડીસીપી રાજેશે જણાવ્યું કે, મંગળવારે સવારે બે મુસ્લિમ મહિલાઓ ખૈરતાબાદમાં એક પંડાલમાં ઘુસી અને માતાની મૂર્તિના એક ભાગની તોડફોડ કરી. સાથે જ તેનો વિરોધ કરનારાઓ પર પણ મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી બંને મહિલાઓ એક ચર્ચમાં ગઈ અને ત્યાં પણ તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો.
Telangana | 2 women belonging to Muslim community held for vandalising a part of Goddess Durga idol at a pandal in Khairatabad. One woman was also seen carrying a spanner; she tried to attack a local who tried to stop them. Further probe on:MR Chandra, DCP Central Zone, Hyderabad
આ દરમ્યાન ત્યાં પણ તેમનો વિરોધ થતાં બંને એક હનુમાન મંદિર પહોંચ્યા અને અહીંની મૂર્તિને તોડવાનો પ્રયાસ કર્યો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મહિલાઓ સ્પેનર(પાના-પક્કડ) સાથે પંડાલમાં પ્રવેશી હતી. બંને મહિલાઓને સૈદાબાદ પોલીસને સોંપવામાં આવી છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.