બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two trucks collided in Gadhada Kampa of Modasa and a fire broke out

દુર્ઘટના / મોડાસાના ગઢડા કંપામાં બે ટ્રક અથડાતાં લાગી વિકરાળ આગ;બે ભડથું

Mehul

Last Updated: 07:48 PM, 5 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લી પંથકમાં બે ટ્રક સામ સામે અથડાતા વિકરાળ આગ  લાગવા માંડી હતી ટ્રકમાં આગ લાગવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ. સડક દુર્ઘટનામાં બે ના મોત

 

  • બે ટ્રક અથડાતા લાગી વિકરાળ આગ 
  • ગ્રામીણ પોલીસમાં નોંધાઈ ફરિયાદ  

અરવલ્લી પંથકમાં બે ટ્રક સામ સામે અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બે ટ્રક સામસામે અથડાતા ટ્રકમાં વિકરાળ આગ  લાગવા માડી હતી અને વટેમાર્ગુઓનાં પણ શ્વાસ અદ્ધર થઇ જવા પામ્યા હતા. અથડાયેલા ટ્રકમાં આગ લાગવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.આ સડક દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યાં હતા. 

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના ?

મોડાસાના ગઢડા કંપા નજીક સામ-સામે આવતા બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી પ્રસરી ગઈ છે.આ અકસ્માતની વિગત પ્રમાણે ગઢડા કંપા નજીક બે ટ્રક સામસામેથી પસાર થઇ રહી હતી એવામાં અચાનક જ બંને ટ્રક અથડાઈ હતી. જોરદાર ધડાકા સાથે બંને ટ્રક અથડાતા અચાનક જ બંને ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. આગના ગોટે-ગોટાથી આકાશ કાળું ડીબાંગ થઇ જવા પામ્યું હતું.અને રસ્તા પર ટ્રાફિક જામ જેવા દૃશ્યો સર્જાયા હતા.અહીંથી પસાર થઇ રહેલા લોકો શું થયું ? અને કેવી રીતે દુર્ઘટના ઘટી તે જાણવા ટોળે વળ્યા હતા. આ ગમખ્વાર દુર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા હતા. દુર્ઘટનામાં માર્યા ગયેલા બંને રાજસ્થાનના ઉદેપૂરના વતની હતા અને એક ડ્રાઈવર અને એક ક્લીનર હતો. દુર્ઘટનાની જાણ થતા જ મોડાસાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર જહેમત બાદ કાબૂ મેળવાયો હતો.

પોલીસ ફરિયાદ 
ગઢડા કંપા પાસે બંને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માત અંગે મોડાસા ગ્રામીણ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Death Fire in Truck rural police દુર્ઘટના મોડાસા Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ