રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારને પાડવાના ષડયંત્રનો ખુલાસો થયો છે. રાજ્યસભા ચૂંટણી દરમિયાન હોર્સ ટ્રેડિંગ મામલે તપાસમાં લાગેલી SOG ટીમને મોટી સફળતા મળી છે. SOGએ આ ષડયંત્રમાં સામેલ બે લોકોની ધરપકડ કરી છે. જેમાં ઉદયપુરથી રાજપુત નેતા અશોક ચૌહાણ અને બ્યાવરથી ભાજપના નેતા તથા બિઝનેશમેન ભરતભાઈની તેમાં સંડોવાયેલા છે.
SOG બંનેની પૂછપરછ કરી રહી છે. જલ્દી આ મામલે મોટો ખુલાસો થઇ શકે છે. DGP ડો.ભૂપેન્દ્રસિંહ જણાવ્યા અનુસાર SOGએ રાજ્યસભા ચૂંટણી દરમિયાન હોર્સ ટ્રેડિંગને લઇને ફરિયાદ બાદ અનેક સંદિગ્ધના મોબાઇલ નંબરોને સર્વેલન્સ પર રાખ્યા હતા.
સર્વેલન્સમાં આ બે મોબાઇલ નંબર પર થયેલી વાતચીત બાદ ધારાસભ્યોના ખરીદ વેચાણનો ખુલાસો થયો છે. SOGના જણાવ્યાનુસાર બંને નંબરો પર 13 જૂને થયેલી વાતચીતમાં ખુલાસો થયો છે.
મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ ચૂંટણી પહેલા ભાજપ તરફથી ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની લાલચ આપી ખરીદવાની વાત કરી હતી. આ મામલે રાજસ્થાન ભાજપે કોંગ્રેસ પર પલટવાર કરતા તેની પાછળ ષડયંત્ર હોવાનું જણાવ્યું હતુ. તેમજ કહ્યુ કે તેઓ કાર્યવાહી કરશે.