બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Two strange countries in the world: where not a single mosque despite being a Muslim

OMG / દુનિયાના બે અજીબ દેશ : જ્યાં મુસલમાન હોવા છતાં એક પણ મસ્જીદ નહી, જાણો કેમ

Kinjari

Last Updated: 04:00 PM, 12 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે સૌ જાણીએ છીએ કે દરેક ધર્મના ધર્મસ્થળ અલગ અલગ હોય છે અને જે ધર્મની પ્રજા જ્યાં રહેતી હોય ત્યાં તે ધર્મનું ધર્મસ્થળ હોય જ પરંતુ આ બે દેશમાં એક પણ મસ્જીદ નથી.

  • આ બે દેશમાં એક પણ મસ્જીદ નહી 
  • ઇસ્લામને અધિકારીક ધર્મની માન્યતા નહી 
  • મુસ્લિમ આબાદી હોવા છતાં મસ્જીદ નહી 

મસ્જીદ બનાવવાને લઇને વિવાદ 
સ્લોવાકીયા યુરોપીય યુનિયનનો એક સદસ્ય દેશ છે પરંતુ આ દેશ સૌથી છેલ્લે તેનો સદસ્ય બન્યો હતો. આ દેશમાં મસ્જીદ બનાવવાને લઇને વિવાદ થતો રહે છે. વર્ષ 2000માં સ્લોવાકીયાની રાજધાનીમાં ઇસ્લામિક સેન્ટર બનાવવાને લઇને પણ વિવાદ થયો હતો. બ્રાતિસિઓવાના મેયરે સ્લોવાક ઇસ્લામિક વક્ફ ફાઉન્ડેશનના દરેક પ્રસ્તાવને રદ્દ કરી દીધો હતો. 

એસ્ટોનિયામાં પણ નહી મસ્જીદ 
એસ્ટોનિયામાં મુસ્લિમ લોકો ખુબ ઓછા છે. વર્ષ 2011ની જનગણના પ્રમાણે ત્યાં માત્ર 1508 મુસ્લિક રહેતા હતા. જો આખી આબાદીનો 0.14 ટકા હિસ્સો હતો. આટલા વર્ષોમાં વધીને પણ તેમની સંખ્યા ઓછી હશે. મોટાભાગના મુસ્લિમ નમાઝ માટે અહી કોઇ કોમન ફ્લેટમાં એકઠા થાય છે. 

સ્લોવાકિયામાં મુસ્લિમ શરણાર્થી પર રોક 
વર્ષ 2015માં યુરોપ સામે શરણાર્થીઓનો પ્રવાસ એક મોટો મુદ્દો બની ગયો હતો. તે સમયે સ્લોવાકીયાએ 200 ઇસાઇઓને શરણ આપી હતી પરંતુ મુસ્લિમ લોકોને શરણ આપવાથી ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતુ કે મુસ્લિમ લોકોને શરણ આપવાથી તે ઘણી સમસ્યા ઉભી કરી શકે છે. 

ઇસ્લામને અધિકારીક ધર્મની માન્યતા નહી 
30 નવેમ્બર 2016ના રોજ સ્લોવાકીયાએ એક કાયદો પસાર કર્યો હતો અને ઇસ્લામને અધિકારીક ધર્મનો દરજ્જો આપવા પર રોક લગાવી દેવામાં આવી હતીચ આ દેશ ઇસ્લામને ધર્મના રુપમાં સ્વીકાર જ કરતો નથી. યુરોપીય દેશમાં એક માત્ર સ્લોવાકીયા એવો દેશ છે જ્યાં આજ સુધી કોઇ મસ્જીદ નથી બની. 

ઘોંઘાટ કરવા પર દંડ 
સ્લોવાકીયામાં નોઇસ પોલ્યુશન માટે એક કડક કાયદો બનાવવામાં આવ્યો છે જેમાં સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી કોઇ પણ પ્રકારના ખરાબ વ્યવહાર કે મોટા અવાજમાં વાત કરવાથી દંડ ફટકારવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Muslim OMG NEWS mosques OMG...
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ