Two phones in two hands !! Also on a running bike !! Seeing the busyness of this brother, people said that Yamaraj will punish him
વાયરલ /
VIDEO : બે હાથમાં બે ફોન, એ પણ ચાલુ બાઈક પર! આ ભાઈની વ્યસ્તતા જોઈ લોકોએ કહ્યું આને તો યમરાજ દંડ કરશે
Team VTV04:47 PM, 19 Feb 22
| Updated: 05:07 PM, 19 Feb 22
હાલના દિવસોમાં પણ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે
સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો વાયરલ થતા રહે છે
હાલના દિવસોમાં પણ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો
આ વીડિયોને ટ્વિટર પર વડોદરા સીટી પોલીસ દ્વારા શેર કર્યો
સોશિયલ મીડિયા પર જાનવરોને વીડિયો અવાર નવાર વાયરલ થતા રહે છે. આમાંથી કેટલાક વીડિયો એવા છે કે જેને જોઈને લોકો હસવા લાગે છે, જ્યારે ઘણા વીડિયો એવા છે જે જોઈને આપણો દિવસ બની જાય છે. દરેક વ્યક્તિ રસપ્રદ એન્ગલથી ઘણા વીડિયો શેર કરતા જોવા મળે છે. હાલના દિવસોમાં પણ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે પરંતુ તેના પર ફની કમેન્ટ્સ દ્વારા તેમની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
વીડિયોમાં દેખાતો એક વ્યક્તિ તેના બંને હાથ છોડીને બાઇક ચલાવતો જોવા મળ્યો
ઘણીવાર લોકોને સલાહ આપવામાં આવે છે કે રસ્તા પર વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ન કરો કારણ કે તેનાથી તમારી સાથે અકસ્માત પણ થઈ શકે છે, પરંતુ તેમ છતાં લોકો રસ્તા પર વાહન ચલાવતી વખતે ફોનને સમજી શકતા નથી અને તેનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં દેખાતો એક વ્યક્તિ તેના બંને હાથ છોડીને બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે.વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તેના બંને હાથ છોડીને બાઇક ચલાવી રહ્યો છે. જે જોઈને દરેકને આશ્ચર્ય થાય છે.
આ વીડિયોને ટ્વિટર પર વડોદરા સીટી પોલીસ દ્વારા શેર કર્યો
આ વીડિયોને ટ્વિટર પર વડોદરા સીટી પોલીસ દ્વારા શેર કરી બાઇકચાલકને રૂા.1000નો દંડ ફટકાર્યો હોવાનો મેમો પણ ટ્વિટર પર મૂક્યો હતો. આ મેમો તા.9 ફેબુ્રઆરીના રોજ ઇસ્યુ થયો હોવાનો ઉલ્લેખ હતો. મહત્વની બાબત એ છે કે શહેર પોલીસ દ્વારા આ ભાઇની હિંમત તો જુઓ બે હાથમાં બે મોબાઇલ અને ચાલુ બાઇક પર, આ ભાઇની વ્યસ્તતા તો જુઓ તેવા ઉલ્લેખ સાથે વીડિયો સોશિયલ મીડિયામાં મૂકાતાની સાથે જ લોકો બાઇકસવાર તેમજ પોલીસ પર કોમેન્ટો પાસ કરવા લાગ્યા હતાં. જેમાં એક યૂઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું કે, 'ટ્રાફિક પોલીસ નહીં પરંતુ ડાયરેક્ટ યમરાજ દ્વારા ચલણ કરવામાં આવશે.' જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, 'આઈપીએલ ઓક્શનનો નિર્ણય આના પરથી લેવામાં આવી રહ્યો છે.' અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી. કોમેન્ટ કરીને લખ્યું કે, 'આ અંબાણી કરતાં વધુ વ્યસ્ત વ્યક્તિ છે.' આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આના પર કોમેન્ટ દ્વારા પોત-પોતાની પ્રતિક્રિયા આપી હતી.