બોલિવૂડના જાણીતા ડિરેક્ટર, પ્રોડ્યુસર કરન જોહરમાં ઘરમાં કોરોનાના બે કેસ પોઝીટીવ આવ્યા છે. જેની જાણકારી કરન જોહરે પોતે સોશિયલ મિડિયા દ્વારા આપી છે. કરન જોહરે એક લાંબી પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે તે બંને વ્યક્તિ 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહેશે.
કરનનો પરિવાર થયો આઇસોલેટ
કે જોના નામથી ઓળખાય છે કરન જોહર
કરનનો પરિવાર
કરને વધુમાં લખ્યું હતું કે, તેમના ઘરના બે સરવન્ટને કોરોના પોઝીટીવ આવ્યો છે. જેવી તેમને ખબર પડી બંને વ્યક્તિને કોરંટાઇન કરી દેવામાં આવ્યા સાથે જ BMC ને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. તે બંને સિવાય કરન જોહરના પરિવારમાં કોઇને પણ કોરોનાના લક્ષણ નથી. તેમના પરિવારના દરેક સભ્યોના ટેસ્ટ થયા હતા અને દરેકના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કરન જોહરનો પરિવાર પણ 14 દિવસ આઇસોલેશનમાં રહેશે.
તેમણે પ્રાર્થના કરી છે કે બંને વ્યક્તિ જલ્દી જ સાજા થઇને ઘરે પાછે આવી જાય. આ સમય ખૂબ જ મુશ્કેલીભર્યો સમય છે. તેમને દરેકને અપીલ કરી છે કે ઘરમાં રહો સરક્ષિત રહો.
કરન જોહર પહેલા ડિરેક્ટર નથી જેમના ઘરમાં પોઝીટીવ કેસ મળ્યા છે. આ પહેલા ડિરેક્ટર બોની કપૂરના ઘરમાં પણ 3 વ્યક્તિઓના કેસ પોઝીટીવ મળી આવ્યા હતા. બોની કપૂરે માહિતી આપી હતી કે તેમના ઘરના બધા જ સભ્યો સુરક્ષિત છે.