બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two people have been Death when a dumper hit them near Kadu village

દુ:ખદ! / પગપાળા ચોટીલા જતાં ભક્તો માટે કાળ બન્યું ડમ્પર, 2 લોકોના કરુણ મોત, 5 ઈજાગ્રસ્ત

ParthB

Last Updated: 10:06 AM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના કડુ ગામના પાટિયા પાસે એક ડમ્પરની અડફેટે બે પદયાત્રીઓ આવતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યાં છે.

  • ડમ્પર ચાલકે બે વ્યકિતને અડફેટે લીધા
  • લખતરના કડુ ગામના પાટીયા પાસેનો બનાવ
  • બંને વ્યકિતના ઘટનાસ્થળે મૃત્યુ

લખતરના કડુ ગામના પાટીયા પાસેનો બનાવ

સુરેન્દ્રનગરના લખતરના કડુ ગામે ચોટીલા જતા શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર લખતરના કડુ ગામના પાટિયા પાસે એક ડમ્પર ચાલકે બે લોકોને અડફેટે લેતાં તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જાણવા મળી રહ્યું હતું કે, ઘટનામાં માર્યા ગયેલા મૃતકો ચેત્રી પૂનમ નિમિત્તે પદયાત્રા કરીને ચોટીલા જતાં હતાં. 

અન્ય ઘાયલ પદયાત્રીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

મહત્વનું છે કે, પુરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.અને ચોટીલા દર્શનાર્થે જઈ રહેલા એક પદયાત્રી તેમજ પદયાત્રી સેવા કેમ્પમાં સેવા આપવા જતા યુવકના મોત થયા છે.જ્યારે આ ઘટનામાં ચારથી પાંચ પદયાત્રીઓને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર બનાવ થી પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી

આ ઘટનાની જાણ પોલીસને થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને કાયદેસરની કાર્યાવહી હાથ ધરી હતી. બીજી તરફ આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ સાથે ડમ્પર ચાલક સામે ફીટકારની લાગણી વરસાવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ