નાપાક હરકત / દિલ્હીમાં જાસૂસી કરતા પાકિસ્તાન હાઈ કમિશનના બે અધિકારી રંગે હાથ ઝડપાયા, 24 કલાકમાં ભારત છોડવા આદેશ

Two officials Pakistan high commission delhi allegedly spying

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. દિલ્હી સ્થિત પાકિસ્તાની દૂતાવાસમાં બે અધિકારી આબિદ હુસૈન અને તાહિર હુસૈન જાસૂસી કરતા પકડાયા છે. બન્ને અધિકારીઓ જાસૂસી કરતા મળી આવ્યા છે. ભારતે બન્નેને પર્સોના-નૉન ગ્રેટા જાહેર કર્યા છે. બન્નેને આવતીકાલે ભારત છોડવું પડશે. રંગે હાથ ઝડપાયા ગયેલા આબિદ હુસૈન અને તાહિર હુસૈન હાઈ કમિશનના વીઝા સેક્શનમાં કામ કરે છે. બન્નેને 48 કલાકમાં ભારત છોડવા આદેશ અપાયા છે ત્યારે જાણો શા માટે તેમના પર કાર્યવાહી ના થઇ શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ