બ્રેકિંગ ન્યુઝ
VTV / two motorcycles from bajaj auto and hero motocorp gives 90 km mileage in one litre
Bhushita
Last Updated: 10:24 AM, 6 June 2021
ADVERTISEMENT
બજાજ અને હીરો આ બે કંપનીઓ માર્કેટમાં પોતાની સસ્તી અને સારા ફીચર્સ સાથેની વધારે માઈલેજની બાઈક લાવી રહી છે. જાણો શું છે તેની ખાસિયત.
Bajaj CT100
ADVERTISEMENT
Bajaj Autoની આ એન્ટ્રી લેવલ બાઈક છે, કંપનીનો દાવો છે કે એક લિટર પેટ્રોલમાં તે 89.5 કિમી સુધી ચાલી શકે છે. આ બાઈકમાં કંપનીનું લોકપ્રિય DTS-i એન્જિન છે. તેનું સિંગલ સિલેન્ડર, 4 સ્ટ્રોક BS-6 ઉત્સર્જક માનકનું છે. CT100માં તમને 4 સ્પીડ ગિયર બોક્સ, પાછળ બેસનારા માટે આરામદાયક સીટ, પેટ્રોલ ટેન્ક પર રબરના પેડ ફીચર્સ મળે છે. તેની ગ્રાઉન્ડ ક્લીયરેન્સ 170 મિલીમીટર છે. દિલ્હીમાં CT100ની એક્સ શોરૂમ પ્રાઈઝ 50000 રૂપિયાથી પણ ઓછી છે. તે કિંમત 49152 રૂપિયાથી શરૂ થયા છે. કંપનીનું આ મોડલ ગ્લોસ ઈબોની બ્લેક, મેટ ઓલિવ ગ્રીન અને ગ્લોસ ફ્લેમ રેડ કલર વેરિઅન્ટમાં મળી રહે છે. Bajaj CT100 માઈલેજની બાબતમાં હીરો મોટોકોર્પની HF100ને ટક્કર આપે છે. કંપનીનો દાવો છે કે આ એક લિટરમાં 70 કિમી સુધી ચાલે છે. તેમાં કંપની ઓછી કિંમતે શાનદાર ફીચર્સ આપે છે.
Hero HF100
હીરો કંપનીના આ મોડલમાં i3s sensor આપવામાં આવ્યું છે, આ સેન્સર પેટ્રોલની ખપત ઘટાડે છે. તો બેંક એજન્લ સેન્સર બાઈકના એક તરફ ઝૂકી જવાની સ્થિતિમાં જાતે જ એન્જિન બંધ થવાની સુવિધા પણ આપે છે. Hero HF100માં ઇન્સ્ટન્ટ પિકઅપની સુવિધા મળે છે. તેના બેસિક વેરિઅન્ટની કિંમત દિલ્હી શોરૂમમાં 49400 રૂપિયાથી શરૂ થાય છે. આ એક જ કલર વેરિઅન્ટમાં મળશે. તેનું એક ડીલક્સ મોડલ પણ આવે છે. તેની કિંમત 51700 રૂપિયાથી શરૂ થશે. આ મોડલ 6 કલર વેરિઅન્ટમાં મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.