two minor sisters faced gangrape planned by elder-sister
શર્મસાર /
બદલો લેવા માટે મોટી બહેને નાની બહેનોનો કરાવ્યો ગેંગરેપ, ઘટનાથી પંથકમાં ખળભળાટ
Team VTV06:25 PM, 07 Jun 21
| Updated: 06:26 PM, 07 Jun 21
પોલીસના જણાવ્યા અનુસાર, મોટી બહેનની તેની બંને નાની બહેનો સાથે બોલાચાલી થઈ હતી, તેથી મોટી બહેને પોતાની બહેનોનો જ ગેંગ રેપ કરાવ્યો
મોટી બહેન અને બોયફ્રેન્ડ સાથે રહે તેવું ન્હોતું માન્ય
બોયફ્રેન્ડ સાથે જ મળીને રચ્યું નિમ્ન કક્ષાનું કાવતરું
પોલીસે તમામ આરોપીઓને પકડી લીધા
મોટી બહેન અને બોયફ્રેન્ડ સાથે રહે તેવું ન્હોતું માન્ય
ભારત દેશમાં ક્યાંકને ક્યાંક સ્ત્રીઓ પર થતાં અત્યાચારના કેસો સામે આવતા રહેતા હોય છે પણ જયપુરમાં માણસાઈની હદ વટાવી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં નાની બહેનોએ મોટો બહેનના કામમાં સાથ ના આપતા મોટી બહેને તેમની પર ગેંગ રેપ કરવી દીધો. આ બંને નાની બહેનો હજી નાબાલિક છે. તપાસ કરીને પોલીસે અત્યાર સુધીમાં 6 અપરાધીઓને પકડી લીધા છે.
બોયફ્રેન્ડ સાથે જ મળીને રચ્યું નિમ્ન કક્ષાનું કાવતરું
આ ઘટના જયપુરના પ્રતાપ નગરમાં થઈ હતી. 2 મે ના રોજ થયેલી આ ઘટનાના આરોપીઓને પકડવા માટે જયપુર પોલીસને ઝડપથી સફળતા પણ મળી હતી. તેમણે આ ઘટનામાં સામેલ 6 લોકોની ધરપકડ પણ કરી છે. પકડાયેલ આરોપીઓમાં 3 આરોપીઓ નાબાલિક છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમણે આ બંનેની બહેનો મોટી બહેન અને બીજા બે લોકોને પણ પકડી લીધા છે.
પોલીસે તમામ આરોપીઓને પકડી લીધા
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે મોટો બહેનને આ પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે તેની બંને બહેનો સાથે કોઈ વાતને લઈને ઝગડો ચાલી રહ્યો હતો. કારણકે બંને નાની બહેનોને મોટી બહેન તેના બોયફ્રેન્ડ સાથે રહે તે પસંદ હતું નહીં. તેથી મોટી બહેનને ગુસ્સો આવતા તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને આ હરકતને અંજામ આપ્યો હતો. તેથી પહેલા બંને બહેનોનું અપહરણ કરવામાં આવ્યું અને પછી બંદૂકની અણીએ બંને બહેનો પર આ રેપ કરવામાં આવ્યો. ત્યારબાદ આ નરાધમોએ બંને બહેનોને બસ સ્ટેશન પર મૂકીને નાસી છૂટયા હતા. છેવટે આ બંને બહેનોએ પોલીસ ફરિયાદ કરતાં તરત જ આ આરોપીઓને પકડી લેવામાં આવ્યા.