બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:55 PM, 3 August 2024
આગ્રામાં આવેલા જગવિખ્યાત તાજમહેલમાં બનેલી એક ઘટનાએ લોકોએ ચોંકાવી દીધાં છે અને વધુ એક વાર તાજમહેલ તેજોમહાલય હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. શનિવારે તાજમહેલના મુખ્ય સ્મારકમાં મુઘલ બાદશાહ શાહજહાં અને તેની પત્ની મુમતાઝની મુખ્ય કબરો આવેલી છે અને ત્યાં બે યુવાનો પ્લાસ્ટિકની બોટલમાં લાવીને કબરો પર ગંગાજળનો છંટકાવ કર્યો હતો.
ADVERTISEMENT
યુવાનોએ કબરો પર કેમ છાંટ્યું ગંગાજળ
પકડાયેલા યુવાનોએ એવું કહ્યું કે તાજમહેલ તેજોમહાલય (ભગવાન શિવનું મંદિર) છે અને તેથી શ્રાવણ મહિનામાં તેમણે તેજોમહાલય પર ગંગાજળ ચઢાવ્યું હતું.
ADVERTISEMENT
आगरा ताजमहल के अंदर कब्र पर अखिल भारत हिन्दू महासभा कार्यकर्ताओं ने गंगाजल चढ़ाया। CISF ने विनेश और श्याम को कस्टडी में लिया। जिलाध्यक्ष मीना राठौर कांवड़ लेकर आई थी, जिन्हें ताज के गेट पर रोक दिया। जबकि ये दोनों युवक बिसलेरी बोतल में पानी लेकर अंदर चले गए। pic.twitter.com/5wkSnETS5Z
— Sachin Gupta (@SachinGuptaUP) August 3, 2024
યુવાનો ગંગાજળની બોટલો લઈને આવ્યાં
અખિલ ભારત હિંદુ મહાસભા વતી દાવો કરવામાં આવ્યો છે કે બંને યુવકોએ તેજો મહાલયમાં ગંગા જળ ચડાવ્યું હતું, તેઓ એક લીટરની બોટલમાં ગંગા જળ લાવ્યા હતા અને તેને તાજમહેલમાં ચડાવ્યું હતું કારણ કે આ તેજો મહાલય શિવ મંદિર છે. ગંગા જળ લઈને તાજમહેલની અંદર પહોંચેલા બે યુવકોએ પહેલા એક સંપૂર્ણ વીડિયો બનાવ્યો, એક યુવક ખભા પર બોટલ લઈને ચાલી રહ્યો છે જેમાં ગંગાનું પાણી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બંને યુવકો ચાલતા રહ્યા અને મુખ્ય સમાધિ પાસે પહોંચ્યા અને ભોંયરાની પાસે ઊભા રહીને બોટલમાંથી ગંગા જળ ચડાવ્યું. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવક બેઝમેન્ટ પાસે ઉભો રહીને બોટલમાં પાણી નાખી રહ્યો હતો, ત્યારબાદ CISFએ બંને યુવકોને પકડી લીધા હતા. CISFએ બંને યુવકોને પકડીને તાજગંજ પોલીસ સ્ટેશનને હવાલે કર્યા હતા. અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જલાભિષેક છે અને આ તેજોમહાલય શિવ મંદિર છે. શ્રાવણ મહિનામાં હિંદુઓએ ઘણી વખત તાજમહેલની અંદર જલાભિષેક કરવાની માંગણી કરી હતી.
વધુ વાંચો : 'તું તો નામર્દ છે', પત્નીએ મેણું મારતાં પતિએ આપ્યો 'પુરાવો' પછી...
તાજમહેલ તેજોમહાલય હોવાની ધારણા
ઉલ્લેખનીય છે કે હિંદુ સંગઠનો સતત દાવો કરી રહ્યાં છે તાજમહેલ મૂળ ભગવાન શિવનું મંદિર છે જેને તેજોમહાલય તરીકે ઓળખવામાં આવે છે, જમીન મૂળ જયપુરના રાજવીની હતી અને તે વખતના હિંદુસ્તાનના મુઘલ બાદશાહ શાહજહાંએ રાજવી પાસેથી જમીન લીધી હતી અને પત્ની મુમતાઝની યાદીમાં તાજમહેલ બંધાવ્યો હતો પરંતુ હિંદુઓ તેને ભગવાન શિવનું મંદિર ગણાવી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.