બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Two medical students drown in Mahisagar river, arrears spread across the diocese

વડોદરા / મહીસાગર નદીમાં બે મેડિકલના વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત, સમગ્ર પંથકમાં ફેલાઈ અરેરાટી

Kiran

Last Updated: 05:16 PM, 10 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગર નદીમાં બે મેડિકલના વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત, સમગ્ર પંથકમાં ફેલાઈ અરેરાટી

  • વડોદરાના ડોક્ટરોના ગ્રૃપ સાથે બની ઘટના 
  • મહીસાગર નદીમાં ન્હાવા ગય હતું ડોક્ટરોનું ગ્રૃપ 
  • બે મેડિકલના વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત 

વડોદરામાં મેડિકલ વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. સાવલી પાસે આવલે લાછનપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં મેડિકલ કોલેજનું એક ગ્રૃપ ફરવા માટે આવ્યું હતું જે બાદ મહીસાગર નદીમાં ન્હાવા જતા બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. 

બે તબીબી વિદ્યાર્થીઓનાં ડૂબી જવાથી મોત થતા ફરવા આવેલા સૌ કોઈના ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો. મેડિકલ વિદ્યાર્થિની સિદ્ધિ શાહ તેમજ વિદ્યાર્થી અમોઘ ગોયલ સહિત ત્રણ જેટલા વિદ્યાર્થીઓ મહીનદીના ઊંડા પાણીમાં પહોંચી જતાં તણાઇ ગયાં હતાં, જેમાંથી બે વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં હતાં. 


વડોદરાના ડોક્ટરોનું ગ્રૃપ સાથે બની ઘટના 
જ્યારે એક વિદ્યાર્થીને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધો હતો જ્યારે સિદ્ધિ શાહ અને અમોઘ ગોયલ ઊંડા પાણીમાં ગરક થઇ જતાં લાપતા થઇ ગયાં હતાં. લગભગ એક કલાકની જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યાં હતાં.


મહીસાગર નદીમાં ન્હાવા ગયુ હતું ડોક્ટરોનું ગ્રૃપ 

જોકે, ડૂબી ગયેલાં બંને વિદ્યાર્થીઓને સયાજી હોસ્પિટલમાં લઈ જવામા આવતા ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. ઉલ્લેખનિય છે કે મહીસાગર નદીમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. તંત્રએ  નદીકિનારે ઊંડા પાણીમાં ન જવા માટેની સૂચના બોર્ડ પણ લગાવાયાં છે. છતાં ફરવા આવતા લોકો નદીના ઊંડા પાણીમાં નાહવા માટે ઊતરે છે અને મોતને ભેટતા હોય છે. હાલ તો સમગ્ર માલમે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે 

સંકળાયેલા મુદ્દાઓ

Mahisagar river doctors incident ડોકટર મહીસાગર નદી વડોદરા Mahisagar river
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ